અરવલ્લી ASIએ પોલીસ સ્ટેશનને જ બનાવ્યો ભ્રષ્ટાચારનો અડ્ડો, ખુરશી પર બેસીને જ લેવાની લાંચ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લીઃ ભ્રષ્ટાચારીઓ છેલ્લા ઘણા સમયથી બેફામ થયા છે. અવરલ્લીમાં એક એએસઆઈ તો એટલો બેખૌફ થઈ લાંચ લેતો હતો કે તે પોલીસ સ્ટેશનને જ ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી મુક્યો હતો. પોતાની ખુરશી એટલે કે સત્તાનો દુરુપયોગ કરીને જ્યાં નોકરી કરે છે, જે નોકરીને કારણે તેનું અને તેના પરિવારનું પેટ ભરાય છે ત્યાં બેસીને જ ખુલ્લેઆમ લાંચ લેતો આ એએસઆઈ એસીબીના હાથે ઝડપાઈ ગયો છે. લાંચ રુશવત વિરોધી દળના અધિકારીઓ દ્વારા આ એએસઆઈ (આસી. પોલીસ સબ ઈન્સપેક્ટર)ને કાયદાનો પાઠ ભણાવવા માટે એક વ્યક્તિની ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ એએસઆઈ રૂપિયા 3000ની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.

કેતન ઈનામદારની બરોડા ડેરીના સંચાલકોને ખુલ્લી ધમકી, પરિણામ ન આવે તો…. !

દારુના કેસમાં માગી હતી લાંચ
અરવલ્લીના ભિલોડા પોલીસ સ્ટેશનનો એએસઆઈ (અનાર્મ) વિનોદ ખાતરાભાઈ સુવેરા પોલીસ સ્ટેશનમાં જ બેસીને લાંચ માગતો હતો. દરમિયાનમાં બન્યું એવું કે એક વ્યક્તિની સામે દારુનો કેસ ચાલી રહ્યો હતો જેમાં જામીન આપવાને લઈને રૂપિયા 3000ની લાંચ વિનોદ સુવેરાએ માગ કરી હતી. જોકે આ વ્યક્તિએ સુવેરાને ત્યાં જ કાયદાનો પાઠ ભણાવવાનું નક્કી કર્યું અને સીધા પહોંચી ગયા એસીબીની શરણમાં, એસીબીના ટ્રેપ અધિકારી પીઆઈ એચ પી કરેણ, સુપરવિઝન અધિકારી ઈનચાર્જ મદદનીશ નિયામક ડી એ ચૌધરીની મદદથી આજે સોમવારે પોલીસ સ્ટેશનમાં જ છટકાનું આયોજન કરવામાં આવ્યું કારણ કે વિનોદ ત્યાં જ લાંચ આપવા માટે બોલાવી રહ્યો હતો.

કુમાર કાનાણી Vs બસ ઓપરેટર્સઃ સુરતમાં નહીં પ્રવેશે એક પણ લક્ઝરી બસ, લોકોનો બંને તરફ મરો

ASIને છૂટી ગયો પરસેવો
વિનોદ સાથે વાતચિત થયાને આધારે એસીબીના અધિકારીઓએ છટકાનું આયોજન કર્યું હતું અને સમગ્ર સચોટ પ્લાનીંગ સાથે વિનોદને ઝડપી લેવાનો હતો. દરમિયાનમાં જ્યારે આ વ્યક્તિ તેને 3000 રૂપિયાની લાંચ મામલે વાત કરે છે અને પછી રૂપિયા લે છે કે તુરંત એસીબી તેને રંગે હાથ ઝડપી પાડે છે. આ મામલાને લઈને વિનોદના ત્યાં જ પરસેવા છૂટી જાય છે. એસીબીએ તાત્કાલીક ધોરણે કાર્યવાહી હાથ ધરી વિનોદની ધરપકડ અને લાંચની રકમની રિકવરી કરી લીધી હતી. હવે આગામી કાર્યવાહી એસીબી દ્વારા હાથ ધરાઈ છે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT