અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈના જુઓ આ ખાસ દૃશ્યો- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ ગઈ છે. અનંત અને રાધિકાની સગાઈ મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયમાં જ થઈ હતી. અનંત અને રાધિકાની સગાઈના પ્રસંગે એન્ટિલિયાને શણગારવામાં આવ્યું છે. સાથે જ બંનેની સગાઈ વખતેના કેટલાક દૃશ્યોનો વીડિયો સામે આવ્યો છે જેમાં રાધિકા મર્ચન્ટ પરિવારના સભ્યોને મળી રહી છે. અનંત અને રાધિકાએ ગોળ ધાણા અને ચુનરી વિધિની જૂની પરંપરા સાથે સગાઈ કરી છે. આ પ્રસંગે મુકેશ અંબાણીનો આખો પરિવાર સાથે જોવા મળ્યો હતો.

ગુજરાત તોફાનો પર બનેલી BBC ની ડોક્યુમેન્ટ્રી મુદ્દે બ્રિટનમાં પણ હોબાળો, ઋષી સુનકે સાંસદની ઝાટકણી

પરંપરાઓ વચ્ચે થઈ સગાઈ
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ હવે રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી લીધી છે. અંબાણી નિવાસસ્થાનમાં પરિવાર, મિત્રો અને આદરણીય પરંપરાઓ વચ્ચે સમારોહ યોજાયો હતો.અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટની સગાઈની સામે આવેલી તસવીરોમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે તેમની પુત્રી ઈશા અંબાણી અને જમાઈ આનંદ પીરામલ પણ જોવા મળે છે. તેની સાથે મોટો દીકરો આકાશ અંબાણી અને વહુ શ્લોકા પણ જોવા મળે છે. દરમિયાનમાં તેમનો એક વીડિયો સામે આવ્યો છે તેમાં રાધિકા પરિવારના સભ્યોને મળે છે સાથે જ હાલમાં પરિવારનું નાનુ સદસ્ય બનેલા બાળક સાથે પણ રમતી જોવા મળે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT