હવામાન વિભાગની માવઠાની આગાહી પહેલા જ અંબાલાલ પટેલે શું કહ્યું હતું, જુઓ Video
ગાંધીનગરઃ હાલમાં જ શિયાળામાં દર થોડા દિવસોમાં માવઠાને કારણે ઘણા ખેડૂતો પરેશાન થયા હતા. હવે જ્યારે હમણાં જ શિયાળાની વિદાય થઈ છે અને ઉનાળાનો વિધિવત…
ADVERTISEMENT
ગાંધીનગરઃ હાલમાં જ શિયાળામાં દર થોડા દિવસોમાં માવઠાને કારણે ઘણા ખેડૂતો પરેશાન થયા હતા. હવે જ્યારે હમણાં જ શિયાળાની વિદાય થઈ છે અને ઉનાળાનો વિધિવત પ્રારંભ થયો છે ત્યારે વધુ એક વખત હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારી દેનારા આ સમાચાર છે. આગાહી પ્રમાણે આગામી 4 અને 5 માર્ચે કચ્છમાં માવઠું પડે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત વાતાવરણની અસર કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતના વિસ્તારોમાં 3 માર્ચથી જ વાદળ છાયું રહી શકે છે. જોકે આ તરફ હવામાન ખાતાની આગાહી પહેલા જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં 4થી 8 તારીખોમાં ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી દીધી હતી.
PM LIVE: નોર્થ ઇસ્ટ ન દિલ્હીથી દુર છે ન દિલથી, ટીવી પર EVM ને ગાળો
ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગની આગાહી પહેલા જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી દીધી હતી આ આગાહી. જુઓ વીડિયો માવઠા અંગે શું કહ્યું?#Gujarat #Rain #GujaratTak pic.twitter.com/sgM2kjCrk3
— Gujarat Tak (@GujaratTak) March 2, 2023
શું કહે છે અંબાલાલ પટેલ
તેમણે પોતાના વરતારા અંગે કહ્યું છે કે, ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે, દક્ષિણ ગુજરાતમાં પણ હવળવું માવઠું થઈ શકે છે, ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્ર તથા કચ્છમાં પણ વાતાવરણ પલટાય, છૂટા છવાયા છાંટા પડી શકે છે. સાથે જ માર્ચમાં 14 અને 15મીએ પણ વાતાવરણ પલટાશે. અવારનવાર માર્ચમાં વાદળો આવ્યા કરે તેમ છે. 23થી 25મી માર્ચે સમુદ્રમાં હલચલ વધી શકે છે. આ ઉપરાંત તેમણે ઉનાળો પણ એપ્રિલ 26મી પછી ગરમી વધશે અને મે મહિનામાં સાગરમાં ચક્રવાતોનું પ્રમાણ વધશે.
ADVERTISEMENT
હોળી પહેલા પ્યાસીઓના રંગ ઉડી જશેઃ જુનાગઢ પોલીસે લાખોનો વિદેશી દારુ ઝડપ્યો
વરસાદ અને ગરમીને લઈને હવામાન વિભાગ શું કહે છે?
હવામાન વિભાગે હાલમાં કરેલી આગાહી પ્રમાણે આગામી 4 અને 5મી માર્ચે કચ્છમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત જુનાગઢમાં ગાજવિજ સાથે પણ વરસાદ પડી શકે છે. દક્ષિણમાં દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આ બલદાયેલા વાતાવરણ પાછળનું કારણ આપતા કહ્યું છે કે રાજસ્થાન પર સર્ક્યૂલેશનની અસરને કારણે આ વિસ્તારોમાં વરસાદ થવાનું અનુમાન છે. આ ઉપરાંત હવામાન વિભાગે આ ઉનાળો અત્યંત ગરમ રહેશે તેવી પણ વકી દર્શાવી છે. કેટલાક વિસ્તારોમાં તો રેકોર્ડ્સ તૂટે તેવી ગરમી પણ પડે તેવું માનવામાં આવી રહ્યું છે. લગભગ માર્ચના શરૂઆતના દિવસોમાં જ 40 ડિગ્રી તાપમાન પહોંચી જાય તેવી સંભાવનાઓ છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT