અમદાવાદઃ પાણી સમજી પિતાના ખિસ્સામાંથી દારુ લઈ પી ગયું બાળક, લથડિયા ખાતો Video સામે આવતા થઈ કાર્યવાહી
અમદાવાદઃ અમદાવાદના માધુપુરા વિસ્તારનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થયો હતો જેમાં પોલીસે પિતા સામે કાર્યવાહી હાથ ધરી છે. વીડિયોમાં જોઈ શકાતું હતું કે બાળક…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદના માધુપુરા વિસ્તારનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થયો હતો જેમાં પોલીસે પિતા સામે કાર્યવાહી હાથ ધરી છે. વીડિયોમાં જોઈ શકાતું હતું કે બાળક લથડિયા ખાઈ રહ્યું છે. દારુના ધંધાનો વિસ્તારમાં કેવો વેપલો ચાલી રહ્યો છે તેનો અંદાજ આ વીડિયો પરથી લગાવી શકાયો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવતા જ પોલીસ દ્વારા આ પરિવારને શોધી કાઢવામાં આવ્યું અને પિતા સામે દારુ પીવા મામલે કાર્યવાહી હાથ ધરી હતી. તથા બાળકને બાળ ઉછેર કેન્દ્રમાં સુધારણા માટે મોકલી આપ્યું હતું.
બનાસકાંઠામાં સર્જાયો જીવલેણ અકસ્માત, હિટ એન્ડ રનની આશંકામાં બાળકી સહિત ચાર લોકોના મોત
દારુબંધીને લઈને ઉઠ્યા પ્રશ્નો
અમદાવાદના માધુપુરા વિસ્તારમાં કમિશનર કચેરીની સામે જ ફૂટપાથ પર રહેતા એક પરિવારનું બાળક થોડા જ દિવસ પહેલા લથડિયા ખાઈ રોડ પર ચાલી રહ્યું હતું. આ બાળકને જોઈને લોકો પણ અચંબીત થઈ ગયા હતા, બાળક પાસે જતા દારુની ગંધ આવતી હતી. લોકો આશ્ચર્યમાં હતા કે આટલા નાના બાળકે દારુ પીધો છે!!? દરમિયાન ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ વીડિયો મોબાઈલમાં કંડારી સોશ્યલ મીડિયા પર ફરતો કરી દીધો હતો. જે વીડિયો જોતા પોલીસ પર લોકોએ ખુબ રોષ ઠાલવ્યો હતો. લોકોએ આ વિસ્તારમાં પોલીસની દારુબંધીની અમલવારીને લઈને પ્રશ્નો કર્યા હતા.
દેવાયત ખાવડના શિવરાત્રી સહિતના કાર્યક્રમોનું શું થશે? જાણો જમીન અરજીનું શું થયું
પોલીસે શોધ્યો પરિવારને
આ અંગે માધુપુરા પોલીસે બાદમાં વીડિયોને લઈને કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે પહેલા આ પરિવાર ક્યાં છે તેની તપાસ કરી તો તે પરિવાર અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીની આસપાસ ફૂટપાથ પર રહેતો હોવાનું માલુમ પડ્યું. પોલીસની વધુ તપાસમાં પરિવાર મળી આવ્યો ત્યારે પોલીસે જ્યારે પિતાને અને બાળકને પુછ્યું કે આવું કેવી રીતે બન્યું ત્યારે પોલીસને જાણવા મળ્યું કે આ બાળકનો પિતા જયદેવ (નામ બદલ્યું છે) દારુ પીવાની ટેવ ધરાવતો હતો. જયદેવને જ્યારે ખબર પડી કે આવો કોઈ વીડિયો ફરતો થયો છે અને પોલીસ તેના કારણે તેને શોધતી આવી છે ત્યારે તેના પરસેવા છૂટી ગયા હતા. જોકે પોલીસે આ અંગે બાળકનો મામલો હોઈ મામલાને ગંભીરતાથી અને માનવતાના ધોરણે લીધો હતો. પોલીસે બાળકને બાળ ઉછેર કેન્દ્રમાં ખસેડ્યું હતું જ્યાં તેની પ્રાથમિક જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવશે.
ADVERTISEMENT
અમેરિકામાંથી શિવાજી મહારાજની વિશાળ પ્રતિમાની ચોરી, આવડુ વિશાળ સ્ટેચ્યું ચોરાયું કોઇને ખબર જ નથી
ખિસ્સામાંથી બાળક લઈ ગયું દારુ અને બીડી…પછી?
પોલીસની પુછપરછમાં જયદેવે કહ્યું કે, બાળક મારા ખિસ્સામાં રાખવામાં આવેલા દારુને પાણી સમજી તે ખિસ્સામાંથી લઈ ગયું અને તેણે પી લીધું હતું. તેણે ખિસ્સામાંથી બીડીઓ પણ લઈ લીધી હતી અને જેમ અન્યોને પિતા જોયા છે તે રીતે પીવાનું શરૂ કર્યું હતું. મતલબ કે બાળકે નાદાનીમાં આ પગલું ભર્યું હતું. જોકે તેના કેવા ગંભીર પરિણામો આવી શકે છે તે અંગે બાળકને સમજ ન હતી. પોલીસનું કહેવું છે કે પાણી જેવો દેખાતો દારુ પિતાના ખિસ્સામાંથી લઈ બાળકે કન્ઝ્યૂમ કરી લીધું. જોકે તેને આ પછી તેની અસર થતા તે લથડિયા ખાવા લાગ્યું હતું. મામલાને લઈને અમે પિતા સામે દારુ પીવાને મામલે કાર્યવાહી કરી છે અને બાળકને ઉછેર કેન્દ્રમાં મોકલ્યું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT