અરવલ્લીમાં ત્રીપલ અકસ્માતઃ ઈકોવાળો જબ્બર નસીબદાર, ‘મોત છૂ કે નીકલી’

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લીઃ અરવલ્લીના ધનસુરામાં એક ત્રીપલ અકસ્માતની ઘટના બની છે. જોકે આ ઘટનાની તસવીરો જોઈને આપને જરૂર લાગશે કે ગમખ્વાર અકસ્માત થયો છે પરંતુ સદનસીબે આ ઘટનામાં લોકોને સામાન્ય નાની મોટી ઈજાઓ થઈ હોવાનું હાલ સામે આવ્યું છે. પરંતુ અહીં ખાસ બાબત એ ચર્ચાનું કેન્દ્ર બની હતી કે ઈકો કારના ચાલકનું નસીબ વધારે બળીયું હતું. કારણ કે જ્યાં એક બસ અને ડમ્પર સામ સામે ભટકાયા હતા અને ઈકો પાછળ ભટકાઈ હતી ત્યાં લોકોની ચર્ચા એ હતી કે બસ ઘડી ભર ઈકો કાર જો બસ અને ડમ્પરની વચ્ચે આવી ગયો હોત તો? કારણ કે અહીં ડમ્પર અને ઈકોની વચ્ચે બસ હતી પણ જો ઈકો કાર હોત તો તેના કચ્ચરઘાણ વળી ગયા હોત તે નક્કી જ મનાય તેમ હતું. જોકે જાણે મોતે બે ઘડી પાછળ લઈ લીધી હોય તેમ ઈકો ચાલક અને તમામ બસ સવાર સહિત ડમ્પર ચાલક પણ સુરક્ષીત હતા. ઘણાને નાની મોટી ઈજાઓ થઈ હતી પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી જેના કારણે લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.

અમદાવાદમાં જૂથ અથડામણ બાદ પોલીસ પર પથ્થરમારો કરનાર 28 ની ધરપકડ

શું બની હતી ઘટના
અરવલ્લીના ધનસુરા વડાગામની વચ્ચે પાંચકુહાડા નજીક આવેલા બોરવાઈ ગામ પાસે એક ત્રીપલ અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં ડમ્પર ટ્રક અને એસટી બસ બંને સામ સામે ભટકાયા હતા. એસટી બસ અમદાવાદથી ધમ્બોલા મોડાસા તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. બંને વચ્ચેના અકસ્માતમાં પાછળ આવી રહેલી ઈકો કાર પણ બસ સાથે પાછળથી ભટકાઈ હતી અને ઈકો અને ડમ્પરની વચ્ચે બસ આવી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો હતો. બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. આ તરફ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ સંદર્ભે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

સાપ તો ઘણા પકડે છે પણ આ બંનેને કેમ મળ્યું પદ્મ શ્રીઃ જાણો તેમની કહાની

લોકોની ચર્ચાનું કેન્દ્ર રહી ઈકો કાર
આ અકસ્માતમાં એક તરફ લોકોને સામાન્ય ઈજાઓ થતા લોકોને હાંશાકરો એ વાતનો થયો હતો કે જે રીતે અકસ્માત થયો હતો તેમાં બસની આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. બીજી બાજુ ડમ્પરને પણ નુકસાન થવા પામ્યું હતું. જોકે તે બંને વચ્ચે સીધો અકસ્માત હોવાને કારણે આ તરફ પાછળથી ઘૂસી ગયેલી ઈકો કારને નુકસાન થયું પરંતુ જો તે વચ્ચે હોત તો તેને ભારે નુકસાન અથવા ગંભીર સ્થિતિ ઊભી થઈ શકતી હતી તે બાબતે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. આ અકસ્માતમાં ઈકો અને ડમ્પરની વચ્ચે બસ હતી પરંતુ જો બસ અને ડમ્પરની વચ્ચે ઈકો કાર હોત તો તેની હાલત કેવી થતી તે બાબતે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનાવ્યું હતું.

(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT