બનાસકાંઠાઃ આ કૂતરાઓ કેવી રીતે બન્યા ‘કરોડપતિ’?, રસપ્રદ નવાબી ઈતિહાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર.બનાસકાંઠા: આજે વાત કરીશું એવા ગામની કે જે ગામના કૂતરાઓ કરોડપતિ છે. આ ગામ બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું કુષ્કલ છે. અહીંની ગ્રામ પંચાયતમાં 7000 જેટલી વસ્તી છે. મુખ્યત્વે ખેતી વ્યવસાય અને દૂધ ઉત્પાદનમાં જોડાયેલું કુષકલ ગામ પૈસા ટકે સુખી ગામ કહેવાય છે. જોકે આ ગામ વેશ્વિક ફલક પર નામાંકીત થયેલું છે. કેમકે આ ગામના કૂતરાઓ તેમના નામે 20 વીઘા ખેતીલાયક જમીન અંકિત થયેલી છે. આ 20 વીઘા જમીન આ ગામના કૂતરાઓની માલિકીની હોઇ, દર વર્ષે આ જમીનની ઉપજમાંથી આ કૂતરાઓનો મોજથી નિર્વાહ થાય છે.

વિપુલ ચૌધરીએ અમૂલના પૂર્વ MD સોઢી પર કર્યા આકરા પ્રહાર કહ્યું, અંગ્રેજો જેવી એમની નીતિ

કૂતરાઓ કેવી રીતે “કરોડપતિ ” બન્યા ? ઇતિહાસમાં ડોકિયું …
કૂતરાઓના આ નવાબી ઠાઠમાઠ પાછળ પણ તે સમયના નવાબનો હાથ છે. આ ગામ આમ તો પૈસે ટકે સુખી છે અને આખુ ગામ નવાબી સમયથી ખેતી કરતું હોઈ સમૃદ્ધિ ધરાવે છે. આ ગામનો જૂનો ઈતિહાસ જોઈએ તો આ ગામ નવાબ શરણનું ગામ હતું. કહેવાય છે કે વર્ષો પહેલાં જયારે નવાબો રાજ કરતા હતા, ત્યારે નવાબોએ પાઘડી તરીકે 20 વીઘા જમીન ગામના લોકોનો ખેતી કરવા માટે આપી હતી. આ ગામ પહેલેથી દયા-ભાવના અને ધર્મમાં માનનારું હોવાથી ગામના વડવાઓને વિચાર આવ્યો કે આપણે તો ગમે ત્યાં મહેનત કરીને પેટ ભરી લઈએ છીએ, પણ ગામના રખડતાં કૂતરાઓનું શું? તેમના માટે આપણે કંઈક વિચારવું પડશે. તેવું ગામના લોકોએ મંથન કર્યું. આખું ગામ શ્વાન પ્રેમી હતું. જેને લઈને ગામના લોકોએ નવાબે આપેલી 20 વિધા જમીન ગામના કૂતરાઓના હસ્તક કરી દીધી અને તે સમયે ઠરાવ્યું હતું કે, આ જમીન શ્વાનોની હોઇ તેમાંથી થતી ઉપજથી શ્વાનોનો નિર્વાહ કરવો અને નવાબી સાશનથી શરું થયેલી આ શ્વાન સેવામાં ” કૂતરાઓ” ના નામે ગ્રામ પંચાયત દફતરે બોલતી 20 વીઘા જમીન શ્વાનોના નિર્વાહ માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે. હાલ વર્તમાનમાં આ “કૂતરાઓ”ની જમીન કુશકલ ગામે રોડ ટચ આવેલી છે. જે હાલ “કૂતરિયા” નામે ઓળખાય છે. આ જમીન ગામના લોકો દર વર્ષે ગામમાં જ હરાજી કરે છે અને તે બાદમાં ગામના ખેડૂતોને હરાજી કરીને વાર્ષિક ઉઘડ વાવેતર કરવા માટે આપી દે છે. તેમાંથી જે વર્ષ દરમિયાન વળતર મળે છે તે તમામ રૂપિયા ગામના કૂતરાઓ પાછળ ખર્ચે છે. કેમકે ગામના લોકો માને છે કે આ જમીન કૂતરાઓની છે, જેથી તેની ઉપજ પર માત્ર તેમનો હકક છે. જેમાં ગામના લોકો વાર-તહેવારે કૂતરાઓને શિરો, લાડુ, સુખડી, ખવડાવે છે તો રોજેરોજ કૂતરાઓને આ જમીનમાંથી ઉપજ થતી રકમમાંથી ખાવાનું બનાવીને આપે છે.

ADVERTISEMENT

શું કહી રહ્યા છે કુશ્કલ ગામના લોકો ?
અમારા કુશકલ ગામની આ 20 વિધા જમીન લાખોની કિંમત કરોડો થઈ છે. જોકે અમારા ગામમાં આ 20 વિધા જમીન કૂતરાઓ માટેની છે. ગ્રામ પંચાયત દફતરે કૂતરાઓ જ તેના માલિક છે. આ જમીનમાંથી જે રકમ મળે છે તે કૂતરાઓ પાછળ જ ખર્ચાય છે. અમારા ગામના કૂતરાઓ પણ કરોડપતિ છે. તેમના નામે કરોડોની જમીન છે અમે તેમને શિરો, લાડુ જેવી વાનગીઓ ખવડાવીએ છીએ. અમારા ગામમાં કૂતરાઓ પ્રત્યે લોકોને ખુબ જ દયાભાવ છે તેમને ખાવા માટે ભટકવું નથી પડતું. લોકો નિયમિત પણે રોજ રોટલા બનાવી આપે છે અને તહેવારોમાં શિરો, સુખડી, લાડુ બનાવી આપીએ છીએ.

વિધાનસભા ચૂંટણી પૂર્ણ થતાં જ પ્રદેશ ભાજપ એકશન મોડમાં, મહીસાગર જિલ્લાના નેતાઓને આવ્યું તેડું

કૂષકલ ગામે કૂતરાઓ ઘરે -ઘરે ભટકીને ખાતા નથી, રાજાશાહીથી જીવે છે
આમ તો શ્વાનનો શહેરો અને ગામડાઓમાં હાલત દયનીય હોય છે અને સામાન્ય રીતે મોટાભાગના ગામોમાં ગામના કૂતરાઓ ઘરે -ઘરે ભટકીને ખાતા હોય છે. પરંતુ કુશકલ ગામે પહેલેથી જ કૂતરાઓ પ્રત્યે દયા ભાવના જોવા મળી રહી છે. જેથી કૂતરાઓને તેમની જમીનમાંથી મળતી ઉપજમાંથી જ ખાવાનું મળે તેવું નથી, પણ ગામના તમામ લોકો એકએક દિવસ પોતાના ઘરેથી 5 થી 10 કિલો લોટના બાજરાના અને ઘઉંના રોટલા બનાવીને નિયમિત કૂતરાઓને ખવડાવે છે. આવી રીતે આખું વર્ષ કૂતરાઓને લોકો પોતાના ઘરના રોટલા બનાવીને આપે છે. આ ગામના કૂતરાઓની કરોડપતિમાં ગણના થતી હોવાથી તેમને ખોરાક માટે ઘરે-ઘરે ભટકવું પડતું નથી. ગામ લોકોએ ગામની વચ્ચે કૂતરાઓ માટે એક જાળીવાળો ઓટલો બનાવી સુંદર વ્યવસ્થા કરી આપી છે. જ્યાં ગામ લોકો કૂતરાઓને ખોરાક આપે છે. કૂતરાઓ પણ તેમની ઈચ્છા થાય ત્યારે તેમાંથી ખાવાનું ખાઈ લે છે.

ADVERTISEMENT

આમ, દાયકાઓ પહેલાં નવાબની નવાબીથી ગામને મળેલી જમીનના “કૂતરાઓ” માલિક બનતા અને પોતાના વડવાઓની વાતને વર્તમાનમાં નિભાવી કૂતરાઓને ન્યાય આપતા ગામના લોકો વંદનીય બન્યા છે. તો વળી જ્યારે કોઈ વ્યક્તિના હેસિયતની વાત આવે ત્યારે મોટાભાગના લોકો ગર્વથી કહેતા હોય છે કે અમે કે અમારા સગા કરોડપતિ છીએ. જોકે પાલનપુરના કુશકલ ગામના લોકો કરોડપતિ હોવું કોઈ મોટી વાત માનતા નથી એટલે જ તેવો ગર્વ ભેર વટથી કહે છે કે અમારા ગામના કૂતરાય કરોડપતિ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT