જામનગરઃ હાપા યાર્ડમાં નવા જીરુની આવક શરુ, આજે મુહૂર્તમાં મણના રૂ. 16500 બોલાયા
જામનગરઃ જામનગરના હાપા યાર્ડમાં નવા જીરુની આવક શરૂ થઈ ગઈ છે. આજે તેના મુહૂર્તનો પહેલો દિવસ હતો. આજે મુહૂર્તના પહેલા જ દિવસે એક મણ જીરુના…
ADVERTISEMENT
જામનગરઃ જામનગરના હાપા યાર્ડમાં નવા જીરુની આવક શરૂ થઈ ગઈ છે. આજે તેના મુહૂર્તનો પહેલો દિવસ હતો. આજે મુહૂર્તના પહેલા જ દિવસે એક મણ જીરુના રૂપિયા 16500થી વધારેનો ભાવ બોલાયો હતો. જીરુનો પહેલા જ દિવસે આટલો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
જામનગર: હાપા યાર્ડમાં નવા જીરૂની આવક શરૂ, આજે મૂર્હતમાં મણના રૂ. 16501 બોલાયા, યાર્ડમાં સિઝનના નવા વર્ષમાં જીરૂની પાંચ ગુણીની આવક, xસારા અને ઊંચા ભાવો મળતા ખેડૂતોમા ખુશી#Jamnagar #GTVideo pic.twitter.com/XHTYfdeFWy
— Gujarat Tak (@GujaratTak) January 10, 2023
ADVERTISEMENT
ગોધરામાં ગમે ત્યારે થઈ જશે અંધારુંઃ જાણો કેમ થશે આ ઘટના
દ્વારકાના ખેડૂતને મળ્યો સૌથી ઉંચો ભાવ
જામનગરમાં આજે સોમવારે હાપા યાર્ડમાં નવા જીરૂની આવક શરૂ થઈ ગઈ છે. આજથી હવે સતત અહીં જીરુની આવક ચાલશે અને હાલ હરાજીમાં પણ જીરુના ભાવ અહીં ઊંચા બોલવામાં આવ્યા હોવાને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. દ્વારકા ભંડારિયા ગામના એક ખેડૂતને અહીં મણના 16501ના ભાવે હરાજી મળી હતી. અહીં હરાજીના મુહૂર્તના દિવસે જ ઊંચા ભાવ બોલાયા છે. યાર્ડમાં સિઝનનના નવા વર્ષમાં જીરુની પાંચ ગણી વધારે આવક જોવા મળી છે. આ મામલે હાપા એપીએમસી જામનગરના સેક્રેટરી હિતેશ પટેલે કહ્યું કે, આજે નવા જીરુની આવકની શુભ શરૂઆત થઈ છે. દ્વારકા જિલ્લાના ભંડારિયા ગામના જીવાભાઈ કનારા નામના ખેડૂત દ્વારા પાંચ ગુણી જીરું લાવવામાં આવ્યું હતું. જેના જાહેર હરાજીમાં 16501નો ભાવ નોંધાયો હતો. આ જે ભાવ છે તેમાં મુહૂર્તના દિવસે ખરીદનાર વેપારીઓમાં રહેલા સોદાને લઈને ઉત્સાહને પગલે ભાવ બોલાયા છે. જ્યારે આવનારા દિવસોમાં આંતરરીષ્ટ્રીય બજારના માગ અને પુરવઠાના ગણિતથી ભાવ નક્કી થતા હોય છે. આ જે ભાવ છે તે જીરાના સોદાના શુભ મુહૂર્તના ભાવ કહી શકાય.
(વીથ ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT
ADVERTISEMENT