કચ્છના ચુડવા જમીન પ્રકરણમાં પૂર્વ IAS પ્રદિપ શર્મા બાદ અમદાવાદથી નાયબ કલેક્ટરની ધરપકડ
કચ્છઃ ચુડવા જમીન ફાળવણી કૌભાંડમાં પૂર્વ આઈએએસ અધિકારી પ્રદિપ શર્મા પછી વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. પ્રદિપ શર્મા પછી પૂર્વ નિવાસી નાયબ કલેક્ટર ફ્રાન્સીસ…
ADVERTISEMENT
કચ્છઃ ચુડવા જમીન ફાળવણી કૌભાંડમાં પૂર્વ આઈએએસ અધિકારી પ્રદિપ શર્મા પછી વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. પ્રદિપ શર્મા પછી પૂર્વ નિવાસી નાયબ કલેક્ટર ફ્રાન્સીસ સુવેરાની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં તેમના ઘરેથી સીઆઈડી ક્રાઈમે તેમની અટકાયત કર્યા પછી ભુજમાં ધરપકડ કરી છે. તેમને ધરપકડ પછી કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
અંબાજી મંદિર મોહનથાળ પ્રસાદ મામલો: દાંતાના રાજવી પરિવારની હાઇકોર્ટ જવાની તૈયારી
સત્તાનો દુરુપયોગ કરી જમીન કૌભાંડ
પ્રાપ્ત વિગતો પ્રમાણે કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્મા અને નિવાસી નાયબ કલેક્ટર તથા નિયોજક વિરુદ્ધમાં ગાંધીધામમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ ઝાલા દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં આરોપીએ કલેક્ટર તરીકેની સત્તાનો દુરુપયોગ કરીને ચુવડવાની જમીનનું નીચું મુલ્યાંકન દર્શાવી સરકાર સામે જ છેતરપીંડી કરી હોવાના આરોપ છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા પ્રદિપ શર્માની ધરપકડ કરવામાં આવી હતી.
પ્લેનના ટોયલેટમાં છુપાઇને પીતો હતો સિગારેટ, જાણો કેટલો મોટો ગુનો, શું થઈ શકે કાર્યવાહી?
15મી સુધી ફ્રાન્સીસ રિમાન્ડ પર
પોલીસના રિમાન્ડ દરમિયાન પુછપરછમાં નિવાસી નાયબ કલેક્ટર તરીકે ફ્રાન્સીસ આશ્રેદાસ સુવેરા અને તત્કાલીન નગર નિયોજક નટુ મોતીભાઈ દેસાઈની ફરજ હતી. જે બંને આરોપીઓને અટકમાં લેવામાં આવ્યા હતા. આજે સોમવારે ફ્રાન્સીસની ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા તેમની ધરપકડ બાદ તેમના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. આઈએએસ પ્રદિપ શર્માના રિમાન્ડ 8 માર્ચે પૂર્ણ થયા હતા. ઉપરાંત આજે કોર્ટે ફ્રાન્સીસના ત્રણ દિવસના રિમાન્ડ એટલે કે 15મી તારીખ સુધીના રિમાન્ડ આપ્યા છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ કૌશીક કાંટેચા, કચ્છ)
ADVERTISEMENT