અગ્રેસર ગુજરાતે અહીંયા પણ સર્જ્યો વિક્રમ, કસ્ટોડિયલ ડેથ મામલે મહારાષ્ટ્ર અને યુપીને પણ છોડ્યા પાછળ…!
અમદાવાદ: એક તરફ રાજ્યમાં ગુનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે બીજી તરફ કસ્ટોડીયલ ડેથનું પ્રમાણ પણ ચિંતા વધારનારું છે. રાજ્યમાં કસ્ટોડીયલ ડેથના આંકડા દેશમાં…
ADVERTISEMENT
અમદાવાદ: એક તરફ રાજ્યમાં ગુનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે બીજી તરફ કસ્ટોડીયલ ડેથનું પ્રમાણ પણ ચિંતા વધારનારું છે. રાજ્યમાં કસ્ટોડીયલ ડેથના આંકડા દેશમાં સૌથી વધુ છે. એટલેકે કસ્ટોડીયલ ડેથ મામલે ગુજરાત મોખરે છે. એક તરફ ગુજરાતને મોડલ તરીકે જોવામાં આવે છે. ત્યારે આ આંકડા ગુજરાતની પોલ છતી કરી રહ્યું છે. આ મામલે
કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા હતા.
કસ્ટોડીયલ ડેથ અંગે ગૃહ વિભાગ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે ગાંધી- સરદારના ગુજરાતમાં સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓ એ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. સભ્ય સમાજ- એ કાયદાના શાસન થી ચાલે છે. પરતું ભાજપ સરકારમાં થતા કસ્ટોડીયલ ડેથ એ ‘AN ABUSE OF POWER’ની ચાડી ખાય છે. છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીનાં કસ્ટોડીયલ ડેથ સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે.
માનવ અધિકારોનું ઉલ્લંઘન
પોલીસ ટોર્ચર, સમયસર મેડીકલ ટ્રીટમેન્ટ ન મળે સહિતના કારણોને કારણે આરોપીઓનાં મોત થયા છે. ગુજરાતમાં સતત ‘માનવ અધિકારોનું’ મોટાપાયે ઉલ્લંઘન થઇ રહ્યું છે જે ચિંતાનો વિષય છે. વર્ષ 2022માં જ ગુજરાતમાં સૌથી વધુ 24 મોત પોલીસ કસ્ટડીમાં થયા છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન ના રિપોર્ટમાં કસ્ટોડીયલ ડેથના આંકડાઓએ ભાજપ સરકારના ગૃહ વિભાગેની સબ સલામતની પોલ ખોલી નાખી છે. ગુજરાતમાં વર્ષ 2017-18માં 14, વર્ષ 2018-19માં 13, વર્ષ 2019-20માં 12 અને વર્ષ 2021-22 માં 24 કસ્ટોડીયલ ડેથની ઘટના બની છે. કોરોનાકાળના વર્ષ 2019-20માં કસ્ટોડીયલ ડેથની ઘટનાઓની તુલનામાં વર્ષ 2021-22 માં 24 ઘટનો સાથે કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓમાં બમણો વધારો થયો છે.
ADVERTISEMENT
જુઓ આ આંકડા
ADVERTISEMENT
સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ
ભાજપ સરકાર ‘MAY I HELP You?’ની જાહેરાતોના બોર્ડ લગાવે છે પરતું વાંચવામાં સારા લાગતા સુત્રોને હકીકતમાં પોલીસ સ્ટેશનમાં ‘MAY I HELP You ?’સુત્રનો અહેસાસ થાય એ જરૂરી છે. કસ્ટોડીયલ ડેથના નોંધાયેલા કેસોમાં કેટલાક કિસ્સામાં પોલીસ દ્વારા મારવા- ટોર્ચર, જ્યારે કેટલાક કિસ્સામાં બીમારી સહિત વિવિધ કારણસર મોત કારણે આરોપીનો જીવ ગયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ PI એ મહિલા PSI ને મેસેજ કર્યો તમે આવો તો HOT કોફી સાથે માણીએ, મહિલા PSI એ કહ્યું…
રાજકોટમાં પોલીસના મારથી થયું આરોપીનું મોત !
તાજેતરમાં જ રાજકોટની ભાગોળે આવેલ કુવાડવા પોલીસ મથકમાં એક આરોપીના મોતનો મામલો સામે આવ્યો હતો. જેને લઈને મૃતક આરોપીના પરિવારજનો દ્વારા પોલીસે માર માર્યો હોવાના કારણે આરોપીનું મોત થયાનો આક્ષેપ કર્યો છે. જ્યારે પરિવારજનોના આરોપોને લઈને પોલીસ દ્વારા મૃતકનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવી રહ્યું છે.જુગારના કેસમાં જેન્તી લાખા અગેચણિયા સહિત ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT