VIDEO: રિવાબા-રાદડિયાને પ્રમોશન! 'દાદા' ની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે?
તમામ મંત્રીઓને કોઈ નીતિવિષયક નિર્ણયો નહીં લેવા આપવામાં આવેલ સૂચના બાદથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે. મળતી માહિતીના આધારે, 7થી 8 નવા ચહેરા દાદાની સરકારમાં આવી શકે છે ખાસ કરીની 2026 અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
તમામ મંત્રીઓને કોઈ નીતિવિષયક નિર્ણયો નહીં લેવા આપવામાં આવેલ સૂચના બાદથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે. મળતી માહિતીના આધારે, 7થી 8 નવા ચહેરા દાદાની સરકારમાં આવી શકે છે ખાસ કરીની 2026 અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવી શકે છે.
Gandhinagar News: લોકસભાની ચૂંટણી પહેલાથી એવી વાત ચર્ચામાં ગુજરાતના મંત્રીમંડળમાં બદલાવ અને તેનું વિસ્તરણ થશે, જોકે ચૂંટણી પરિણામ આવ્યા બાદ આ મુદ્દો વધુ તેજ બન્યો છે. મળતી માહિતીના આધારે, 7થી 8 નવા ચહેરા દાદાની સરકારમાં આવી શકે છે ખાસ કરીની 2026 અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવી શકે છે.
રિવાબા જાડેજાનું નામ લગભગ નક્કી!
હાલમાં તમામ મંત્રીઓને કોઈ નીતિવિષયક નિર્ણયો નહીં લેવા આપવામાં આવેલ સૂચના બાદથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે. સૂત્રો પરથી મળતી માહિતી અનુસાર, લોકસભા ચૂંટણીમાં જે રીતે ખાસ રાજકોટથી શરૂ થયેલાં ક્ષત્રિય આંદોલનના છાંટા સમગ્ર રાજ્યમાં જોવા મળ્યા હતા તેને ધ્યાનમાં રાખીને કોઈ ક્ષત્રીય ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, એવામાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાનું યાદીમાં નામ આગળ ચાલી રહ્યું છે. બીજી તરફ જામનગર ગ્રામિણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને સ્વાસ્થ્યના કારણ આરામ આપી શકે તેવી પણ ચર્ચા ચાલી છે.
જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં મળશે જગ્યા
તો બીજી બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે તેને પણ ભાજપ સંગઠન ધ્યાનમાં રાખશે. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા જેની સ્થાનિક લેવલ પર બહુ સારી પકડ છે અને ઈફકોના ડાયરેક્ટર પણ છે. આ રણનીતિના આધારે તેને ફરીથી દાદાની સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે તેવી વાત ચાલી રહી છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ પણ રીતે જાહેરાત થઈ નથી આ તમામ માહિતીઓ સૂત્રોના અને અલગ-અલગ જગ્યાના અહેવાલોના આધારે મળી રહી છે. પણ એ ચોક્કસથી જોવાનું રહેશે કે, રાજ્ય સરકારના કેબિનેટ વિસ્તરણમાં કેટલીક જગ્યા પર સરપ્રાઇઝ મળશે, તો કોઈ જગ્યાએ રાજકીય કમિટમેન્ટ પૂરા થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT