VIDEO: Banaskantha નગર સેવકથી સાંસદ સુધીની Genniben Thakor ની રોચક સફર

ADVERTISEMENT

Lok Sabha Elections Results 2024: ગુજરાતમાં આ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કેટલાક સમીકરણો બદલાયેલ જોવા મળી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી ભાજપનો ગઢ ગણાતા રાજ્યમાં આ વખતે ભાજપનું સપનું રોળાયું છે.

social share
google news

Lok Sabha Elections Results 2024: ગુજરાતમાં આ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કેટલાક સમીકરણો બદલાયેલ જોવા મળી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી ભાજપનો ગઢ ગણાતા રાજ્યમાં આ વખતે ભાજપનું સપનું રોળાયું છે. એટલા માટે રાજકીય નિષ્ણાતોનું એવું માનવું છે કે ભાજપના નક્ષત્ર બદલાય રહ્યા છે. જ્યારે સામે કોંગ્રેસ માટે આ એક સારી પરીસ્થિતીનું નિર્માણ છે.

બનાસની બેનની રાજકીય સફર

ગેનીબેનના રાજકીય સફર વિશે વાત કરવામાં આવે તો તે 30 વર્ષથી ગેનીબેન રાજકારણમાં સક્રિય છે. તેમના પિતા પણ રાજકારણી હતા.  વર્ષ 1995માં તાલુકા પંચાયતનાં પ્રમુખ બન્યા હતા. ત્યાંથી જ તેનો રાજયકીય ઇતિહાસ શરૂ થયો અને પછી ગેનીબેન 2012માં વાવમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. ત્યારબાદ તેઓ વાવ મતવિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને 6655 મતોના માર્જિનથી જીત્યા. ગેનીબેન 2022 માં ફરીથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે અને હવે ભાજપની હેટ્રીક રોકતા બનાસની બેનની સંસદ સુધી જશે. 

ગેનીબેનની જીતના કારણો

શંકર ચૌધરીનો બનાસકાંઠાના લોકોમાં વિરોધની વાતો
વિરોધીઓએ શંકર ચૌધરીને પછાડવા મતદાન કરાવ્યાની ચર્ચા
નવા જ ઉમેદવારને મેદાને ઉતારવા ભારે પડ્યું
ગેનીબેનની સ્વચ્છ છબી અને હળવો અંદાજ કામ લાગી ગયો
ઠાકોર સમાજના મહિલા નેતાને મેદાને ઉતારી સમાજને પોતાની તરફ કર્યો
ઠાકોર સમાજનો ઉત્સાહ મતમાં પરિવર્તીત થયો
આશરે 1 લાખ જેટલા ક્ષત્રિય મતદારોનો પણ રોલ હોવાની ચર્ચા
ભાજપનો આંતરિક ડખો જ ભાજપ માટે વિલન બન્યો
ઈતર કોમની અવગણના કરી એક જ સમાજને ટિકિટ આપતા ભાજપને નુક્સાન
પરબત પટેલથી નારાજ એક જૂથનો ફાયદો કોંગ્રેસને થયાની ચર્ચા
પાલનપુરમાં ભાજપ કાર્યકર્તાઓની નિષ્ક્રિયતાએ કોંગ્રેસને ફાયદો કરાવ્યો

ADVERTISEMENT

ADVERTISEMENT

બનાસકાંઠાને 62 વર્ષે મળ્યા મહિલા સાંસદ  

ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠક પર બે મહિલાઓની વચ્ચે ટક્કર હતી. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે ખરાખરીની જંગ બાદ ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલા સંસદ મળ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT