Lok Sabha Election: લોકસભાની ટિકિટ કપાયા બાદ ભાજપ સાંસદનો બળાપો, પ્રદેશ નેતૃત્વ પર લગાવ્યા ગંભીર આરોપ

ADVERTISEMENT

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે પણ રાજ્યમાં હજુ રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળે છે. અમરેલી સાંસદ નારણ કાછડીયાનો ચૂંટણીના મતદાન બાદ બળાપો કાઢ્યો છે. નારણ કાછડિયાએ ફરી ખુલ્લામાં વિરોધ દર્શાવ્યો છે.

social share
google news

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે પણ રાજ્યમાં હજુ રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળે છે. અમરેલી સાંસદ નારણ કાછડીયાનો ચૂંટણીના મતદાન બાદ બળાપો કાઢ્યો છે. નારણ કાછડિયાએ ફરી ખુલ્લામાં વિરોધ દર્શાવ્યો છે. અમરેલી લોકસભામાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને ટિકિટ આપવા પર અને કોંગ્રેસના નેતાઓની ભરતી પર ગુસ્સે થયા હતા. ભાજપે પ્રજા સાથે દ્રોહ કર્યો હોવાનું નારણે કાછડીયા કહ્યું હતું.

ભાજપે પ્રજા સાથે દ્રોહ કર્યો હોવાનું નારણે કાછડીયાનો દાવો 

લોકસભામાં આ વખતે અમરેલી બેઠક પર સૌથી ઓછું મતદાન થયું હતું. ત્યારે ઓછા મતદાન મુદ્દે નારણ કાછડિયાએ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ સાથે અન્યાય થઇ રહ્યો છે. નામ લીધા સિવાય સી.આર.પાટીલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસના નામે ભાજપના કાર્યકર્તાઓને ધમકી આપવામાં આવી રહી છે. ભાજપના કાર્યકર્તાને સાઈડલાઈન કરી નવા આવનારને હોદ્દો આપનારને ક્યારેય સ્વીકારી શકાય નહીં. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા છે એમની જગ્યાએ સવારે કોઈપણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપે અને બપોર પછી તેમને પદ આપે અને બીજા દિવસે ટિકિટ આપવામાં આવે છે આ બિલકુલ યોગ્ય નથી. અત્યારે અમરેલી લોકસભા બેઠક પર દોઢ લાખ જેવું મતદાન ઓછું થયું છે છતાં ભાજપના ઉમેદવાર જીતી જાય છે તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે આક્રમક પ્રહાર કરી કહ્યું કે, ગુજરાતીમાં thank you ના બોલી શકે તેવા ઉમેદવારને ટિકીટ આપી તે ભાજપના કાર્યકર સાથે દ્રોહ કર્યો છે.
 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT