Political News: અચાનક મતદાન બાદ Nilesh Kumbhani પ્રગટ્યા, ભાજપમાં જોડાવાને લઈ કહી આ વાત
surat lok sabha: મતદાન બાદ હાલ અચાનક જ નિલેશ કુંભાણી પ્રગટ થઈ ગયા છે અને ફૉર્મ રદ્દ થયા બાદ પ્રથમ વખત મીડિયા સાથે વાતચીત કરી છે.
ADVERTISEMENT

surat lok sabha: ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 25 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 25 બેઠક પર ચૂંટણી થઈ હતી અને બાકીની એક બેઠક સુરત કે જે ભાજપે બિનહરીફ જીતી લીધી હતી. સુરત બેઠક જ્યારથી બિનહરીફ થઈ છે ત્યારથી સમગ્ર રાજ્યમાં એક જ પ્રશ્ન ચર્ચાઈ થયો છે કે નિલેશ કુંભાણી ક્યાં છે? કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવાર નિલેશ કુંભાણી અને તેમના ડમીના ફોર્મ નાટકીય ઢબે રદ્દ થયા બાદ ટેકેદારો સહિત તેઓ ઉતરી ગયા હતા. એવામાં મતદાન બાદ હાલ અચાનક જ નિલેશ કુંભાણી પ્રગટ થઈ ગયા છે અને ફૉર્મ રદ્દ થયા બાદ પ્રથમ વખત મીડિયા સાથે વાતચીત કરી છે.
જુઓ નિલેશ કુંભાણી શું બોલ્યા?
નિલેશ કુંભાણીએ મીડિયા સાથે કરેલી વાતચીત દરમિયાન કોંગ્રેસને જ આડેહાથ લીધી હતી. તેમણે જણાવ્યું કે, મારા પર ગદ્દારીનો ડાઘ ના લગાવશો. 2017માં કોંગ્રેસે જ મારી સાથે ગદ્દારી કરી હતી. પહેલી ભૂલ કોંગ્રેસે કરી હતી. આજે જે લોકો મને ગદ્દાર કહી રહ્યાં છે, તેજ કોંગ્રેસના દુશ્મન છે. 2017માં કોંગ્રેસે લીધેલા બદલાનો મેં બદલો લીધો છે. સાથે જ તેમણે કાર્યકર્તાઓ પર પણ પ્રહારો કરતાં જણાવ્યું કે, ટીકીટ મળી ત્યારથી કોંગ્રેસના કાર્યકર્તા, નેતા સાથ આપતા નહોતો. ડોર ટૂ ડોર પ્રચારમાં જઈએ ત્યારે કોઇ સાથે આવે નહીં.અહીંયા બની બેઠેલા કોંગ્રેસના નેતા પણ સાથ નહોતા આપતા. પ્રતાપભાઈ મારા ભાગીદાર છે, કોંગ્રેસેના નેતાએ મારી સાથે ગદ્દારી કરી છે.
શું ભાજપમાં જોડાશે?
જ્યારથી કુંભાણીનું ફૉર્મ રદ્દ થયું છે ત્યારથી એક વાત સાંભળવા મળી રહી હતી કે હવે તેઓ ભાજપમાં જોડાશે. આ વાત પર તેમણે કહ્યું કે, અત્યાર સુધી ભાજપ સાથે મારે સંપર્ક નથી થયો. ભાજપ સાથે મારે કોઈ લેવા-દેવા નથી. મારું ફોર્મ પણ કોંગ્રેસના એડવોકેટે ભર્યું હતુ. 2017માં કોંગ્રેસે લીધેલા બદલાનો મેં બદલો લીધો. હું સુરતમાં આંટા મારું છું કોઈ માઈનો લાલ મને અડીને જુએ.
ADVERTISEMENT
Gujarat Board 10th Result 2024 Live
ADVERTISEMENT