કોઇ રાજ્યપાલ તો કોઇ રાજ્યસભા અયોધ્યાનો ચુકાદો આપનારા જજો હાલ શું કરી રહ્યા છે?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ અબ્દુલ નઝીરને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ પૂર્વ જજને રાજ્યપાલ બનાવવા મુદ્દે મોદી સરકાર પર હુમલો કરવાનું શરૂ કર્યું છે. આટલું જ નહી વિપક્ષી પાર્ટીઓએ નિયુક્તિની ટિકા કરતા તેને દેશના કાયદો અને વ્યવસ્થા માટે ખતરો ગણાવ્યો છે. જસ્ટિસ નઝીર સુપ્રીમ કોર્ટના જજ રહેવા દરમિયાન અનેક મહત્વના નિર્ણયો વાળી બેંચનો હિસ્સો રહ્યા છે. તેમાં 2019 માં અયોધ્યાના રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ અંગે નિર્ણયનો સમાવેશ થાય છે. આ મુદ્દે પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતામાં 5 જજોની બેંચે ચુકાદો આપ્યો હતો. બેંચમાં રંજન ગોગોઇ ઉપરાંત જસ્ટિસ બોબડે, જસ્ટિસ ડીવાઇ ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ નઝીરનો સમાવેશ થાય છે. જો કે હાલ નિવૃત થયા બાદ આ તમામ જજ ક્યાં છે તે અંગે જાણીએ…

જસ્ટિસ રંજન ગોગોઇ
જસ્ટિસ રંજન ગોગોઇ 17 નવેમ્બર, 2019 ના રોજ સુપ્રીમ કોર્ટમાંથી સીજેઆઇના પદથી રિટાયર થયા હતા. ચાર મહિના બાદ રાષ્ટ્રપતિએ તેને રાજ્યસભાના સાંસદ તરીકે પસંદગી પામ્યા હતા. તેઓ રાજ્યસભા જનારા ત્રીજા જજ હતા, જો કે રાષ્ટ્રપતિ દ્વારા પસંદ કરાયેલા જજ હતા. તેમની પહેલા 21 મા ચીફ જસ્ટિસ રંગનાથ મિશ્રા (1990-91) કોંગ્રેસે રાજ્યસભા મોકલ્યા હતા. તેઓ 1998થી 2004 સુધી ઉચ્ચ સદનમાં રહ્યા. આ અગાઉ જસ્ટિસ બહરુલ ઇસ્લામને કોંગ્રેસે 1983 માં તેમના રિટાયરમેન્ટના 5 મહિના બાદ રાજ્યસભા ખાતે મોકલ્યા હતા.

ADVERTISEMENT

જસ્ટિસ શરદ અરવિંદ બોબડે
જસ્ટિસ શરદ અરવિંદ બોબડે 23 એપ્રીલ, 2021 ના દિવસે સીજેઆઇના પદ પરથી રિટાયર્ડ થયા હતા. તેમણે રંજન ગોગોઇનું સ્થાન લીધું. જસ્ટિસ બોબડે 8 વર્ષ સુપ્રીમ કોર્ટમાં જજ રહ્યા. જો કે રિટાયરમેન્ટ બાદ જસ્ટિસ બોબડેએ કોઇ અધિકારીક જાહેર પદ નથી સંભાળ્યું. તેઓ મહારાષ્ટ્ર નેશનલ લો યુનિવર્સિટી નાગપુરના ચાન્સેલર છે.

ADVERTISEMENT

જસ્ટિસ ડીવાઇ ચંદ્રચુડ
જસ્ટિસ ડીવાઇ ચંદ્રચુડ ભારતના હાલના સીજેઆઇ છે. તેમણે નવેમ્બર 2022 ભારતના 50 મા જસ્ટિસ તરીકે શપથ લીધી. તેઓ ભારતના સૌથી લાંબો સમય સુધી ચીફ જસ્ટિસ રહેનારા વાઇ.વી ચંદ્રચુડના પુત્ર છે.

ADVERTISEMENT

જસ્ટિસ અશોક ભુષણ
જસ્ટિસ અશોક ભુષણ જુલાઇ 2021 માં રિટાયર્ડ થયા. ચાર મહિના બાદ નવેમ્બરમાં તેમણે નેશનલ કંપની લો અપીલીય ટ્રીબ્યૂનલ (NCLAT) ના ચેર પર્સન બનાવવામાં આવ્યા. તેમનો કાર્યકાળ ચાર વર્ષ માટેનો છે. તેની પહેલા આ પદ પર 20 મહિના સુધી ખાલી રહ્યું હતું. કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટીએ ઓક્ટોબર 2021 માં તેમની નિયુક્તિને મંજુરી આપી હતી.

જસ્ટિસ અબ્દુલ નઝીર
જસ્ટિસ અબ્દુલ નઝીર સુપ્રીમ કોર્ટથી જાન્યુઆરી 2023 માં રિટાયર્ડ થયા. એક મહિના બાદ તેમને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે. તેઓ અયોધ્યા મુદ્દે ચુકાદો આપનારા 5 જજોમાંથી એકમાત્ર મુસ્લિમ હતા. એટલું જ નહી અબ્દુલ નઝીર નોટબંધીને પડકાર આપનારી અરજી અંગે ચુકાદો આપનારા જજોની બેંચમાં હતા.

    follow whatsapp

    ADVERTISEMENT