પાટીદારો માત્ર વેપારી છે, સંસ્થાઓમાં સેવાના નામે માત્ર ધંધા જ ચાલે છે
Vipul Chaudhary : લોકસભા ચૂંટણી નજીક આવતા જ વિવાદિત નિવેદન સામે આવવા લાગ્યા છે. વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજની શૈક્ષણિક અને સેવા સંસ્થાઓ પર આકરા પ્રહારો કર્યા હતા
ADVERTISEMENT
Vipul Chaudhary : લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ એક પછી એક સમાજો દ્વારા ખાંડા ખખડાવવાની શરૂઆત કરવામાં આવી છે. તેવામાં અર્બુદા સેનાના લીડર અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ એક ખુબ જ વિવાદિત નિવેદન આપ્યું છે. જેના કારણે બે સમાજો વચ્ચે વિગ્રહ ઉભો થાય તેવી સ્થિતિ પેદા થઇ છે.
મહેસાણામાં અર્બુદા સેનાનો ભવ્ય કાર્યક્રમ
Mehsana માં આજે અર્બુદા સેનાના વડા અને પૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ પાટીદારો પર પ્રહારો કર્યા હતા. તેમણે સુખી સંપન્ન અને સૌથી શક્તિશાળી સમાજો પૈકીના એક એવા સમાજ પાટીદાર સમાજ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ પાટીદારો દ્વારા ચલાવવામા આવતી સંસ્થાઓને વેપારી પેઢીઓ ગણાવી હતી. કહ્યું કે, કડવા અને લેઉવા પાટીદારો વેપારી છે.
અર્બુદા સેના હવે સાચા અર્થમાં સેવા કરશે
વિપુલ ચૌધરીએ જાહેરાત કરતા જણાવ્યું કે, અર્બુદા સેના હવે અર્બુદા સેવા સમિતિ તરીકે કામ કરશે. આંજણા ચૌધરી સમાજની સભ્યોની નોંધણી કરશે. સવા લાખ સભ્યોનું આખુ ગ્રુપ બનાવવામાં આવશે. એવા શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ કરશે કે જેના કારણે સમાજના છેવાડાના વ્યક્તિને પણ ફાયદો પહોંચે. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, પાટીદાર સમાજ કડવા અને લેઉવા વેપારીઓ થઇ ચુક્યા છે. પાટીદારોની શૈક્ષણિક સંસ્થાઓમાં સેવાના નામે વેપાર થઇ રહ્યો છે.
ADVERTISEMENT
સામાન્ય પાટીદારોને પણ કરોડોની પાટીદાર સંસ્થાનો ફાયદો નથી મળતો
પાટીદાર શૈક્ષણિક સંસ્થાઓમાં હવે સામાન્ય પાટીદારને પણ ફાયદો મળતો નથી. પાટીદાર સંસ્થાઓમાં હવે માત્ર પૈસાનું મહત્વ છે. સેવાનું કોઇ પણ મહત્વ નથી. પાટીદારોની સંસ્થાઓ મોટા ઉદ્યોગપતિઓની વેપારી સંસ્થા બની ચુકી છે. કડવા અનેલેઉવા પાટીદારો વેપારીઓ થઇ ચુક્યા છે. જેઓ શિક્ષણ કે હોસ્પિટલ કે અન્ય સેવા સંસ્થાના નામે માત્ર વેપાર કરી રહ્યા છે. પાટીદારોની સંસ્થાઓમાં હવે સેવાનું મહત્વ જરા પણ રહ્યું નથી.
ADVERTISEMENT