વિદેશમાં ખોખલો ડંકો?: મોડાસાના આ ગામમાં પાકો રસ્તો પણ નથી, ‘સાહેબો ચા પીને જતા રહે છે’

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરિયા.અરવલ્લીઃ વિકાસ, સર્વાંગી વિકાસ, વિકાસ પુરુષ, વિશ્વ ગુરુ, ડંકો વાગી રહ્યો છે. વિદેશના ખોખલા ડંકાઓથી અંજાયેલી પ્રજા માટે આ અહેવાલ આઘાત જનક સાબિત થઈ શકે છે. કારણ કે અહીં જ્યાં ઈન્ટરનેશનલ લેવલની વાતોના વડા સાંભળવા મળે છે અને તેની સામે મોડાસાના આ ગામની હાલત જોઈ કોઈને પણ એમ થાય કે આ ડંકો ખોખલો છે, સત્ય તો કાંઈક જુદુ જ વર્ણન કરી રહ્યું છે. અહીં આ ગામના કેટલાક વીડિયો અને લોકોની વાત પણ અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ.

વર્ષોથી રસ્તો નહીં મળતા પારાવાર મુશ્કેલી
અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારો વર્તમાન ટેક્નોલોજીના યુગમાં આજે પણ પાયાની સુવિધા ઝંખી રહ્યા છે. જેની સાબિતી રૂપ મોડાસા તાલુકાના અણદાપુર ગામમાં જોવા મળી રહી છે. આઝાદીના દાયકાઓ વિતવા છતાં પાકો રસ્તો ન હોવાને લઇ, ગ્રામજનો વર્ષોથી પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. ગ્રામજનોની તંત્રમાં અનેકવાર રજૂઆત છતાં, તંત્રના પેટનું પાણી હલતું નથી. અધિકારીઓ ગામમાં આવે છે અને કહે છે કે, થઈ જશે, પરંતુ અત્યાર સુધી પાકો રસ્તો ગામમાં ન બન્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ અંગે લોકો કહી રહ્યા છે કે ઘણી વખત સાહેબો આવે છે પણ ચા પીને જતા રહે છે. નક્કર કામગીરી હજુ સુથી થઈ રહી નથી.

નડિયાદઃ CMને ભ્રષ્ટાચારની માહિતી આપે તે પહેલા જ વિપક્ષ પર પોલીસની કાર્યવાહી

એટલું જ નહીં ગામમાં પાકો રસ્તો ન હોવાના કારણે બાળકોને સ્કૂલ સુધી જવામાં પણ ભારે પરેશાનીઓ ભોગવવી પડે છે, ખાસ કરીને ચોમાસાની સિઝનમાં તો શાળાએ જવું અશક્ય જેવું બની જાય છે. તેવું બાળકો સ્પષ્ટ પણે જણાવી રહ્યા છે. ત્યારે વિકાસશીલ ગુજરાતમાં, આ ગામમાં પાયાની સુવિધા પ્રાપ્ત થાય તેવી ગ્રામજનોની પ્રબળ માંગ ઉઠી છે. મોડાસા તાલુકાના ધારાસભ્ય હાલ ગુજરાત રાજ્યના મંત્રી મંડળમાં સ્થાન ધરાવે છે ત્યારે અણદાપુર ગામના લોકો મંત્રી પાસે પોતાના ગામની પાયાની સુવિધા માટે આશા રાખી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT