ઉમરગામમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ, પંથકમાં આગજની અને તોડફોડ, આરોપી ગુલામ મુસ્તફાની ધરપકડ

Gujarat Tak

ADVERTISEMENT

Valsad Umargam Rape Case
ઉમરગામ દુષ્કર્મ કેસ
social share
google news

Umargam Rape Case : વલસાડ જિલ્લાના ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થતા સમગ્ર પથંકમાં હડકંપ મચ્યો છે. પીડિત યુવતીના પિતાના નજીકના મિત્રએ બાળકી સાથે દુષ્કૃત્ય કર્યું હતું. ઘટનાના આરોપીની ઓળખ ગુલામ મુસ્તફા તરીકે થઈ હતી. આ ઘટના બાદથી સમગ્ર વિસ્તારના લોકોમાં આક્રોશ છે અને વાતાવરણ ગરમાયું હતું. ગામલોકોએ આગજની અને તોડફોડ કરી રોષ પ્રગટ કર્યો હતો. તો ધરપકડની માંગ સાથે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને સ્થાનિકોએ ઉમરગામ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. બાળકીના વાલીઓએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં રડતા રડતા ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં વિધર્મી આરોપીની ધરપકડ કરી લીધી હતી. તેમજ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.

ઉમરગામ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો

ઘટનાના પગલે મોડી રાત સુધી હિન્દુ સંગઠનોના લોકો અને સ્થાનિકોએ ઉમરગામ પોલીસ સ્ટેશનની બહાર એકઠા થઈને હોબાળો મચાવ્યો હતો. આરોપી ફરાર થવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આરોપીઓને તાત્કાલિક પકડવાની તક આપવા માંગ કરી હતી. જોકે પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લેવાયો હતો. પોલીસે સંયમ સાથે લોકોને શાંત કરી કોમી તંગદિલી ફેલાવતા રોક્યા હતા. પોલીસે પીડિત બાળકીનું મેડિકલ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

ગામલોકોએ આગજની અને તોડફોડ કરી રોષ પ્રગટ કર્યો હતો

આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ગરમાયું છે. ગામલોકોએ આખી રાત ગામના વિવિધ સ્થળોએ આગજની અને તોડફોડ કરી હતી. આ વિરોધ દરમિયાન ટોળાએ ઘણા વાહનોમાં તોડફોડ કરી હતી અને કેટલાકને આગ પણ લગાવી હતી. આટલું જ નહી પણ ટોળાએ પોલીસ સ્ટેશનની બહાર સૂત્રોચ્ચાર પણ શરૂ કરી દીધા હતા. ત્યારે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આખા વિસ્તારમાં પોલીસની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. જો કે હાલ સ્થિતિ પોલીસના નિયંત્રણમાં છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

કાર્યવાહી અંગે પોલીસે આપી સમગ્ર માહિતી

મંગળવારે (27-08-2024) અંદાજે બપોરે સાડા ત્રણ વાગ્યા આસપાસ ઉમરગામના દેવધામ વિસ્તારમાં આવેલી એક ચાલીમાં એક ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જે મામલે બાળકીના પિતાએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં સાંજે 6 વાગ્યે જાણ કરી હતી. ત્યારબાદ તુરંત વલસાડ પોલીસ અધીક્ષક ડૉ.કરણરાજ વાઘેલા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને તેમના માર્ગદર્શન હેઠળ પીડિતાના પિતાની ફરિયાદ દાખલ કરાઈ હતી. ત્યારબાદ વલસાડ જીલ્લા પોલીસની ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ તેમજ જીલ્લાના ખાસ અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ગણતરીની કલાકોમાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી પોતાના વતન તરફ ભાગતા સમયે પકડી પાડવામાં આવ્યો હતો. બાળકીને તાત્કાલિક મેડિકલ સારવાર માટે લઈ જવાઈ હતી, તેમજ સ્વસ્થ છે. ગુનાના આરોપીને કડકમાં કડક દાખલારૂપ સજા થાય તે માટે નાયબ પોલીસ અધીક્ષક વાપીની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરાઈ છે. આરોપી વિરૂદ્ધ તપાસ દરમિયાન વૈજ્ઞાનિક, ફોરેન્સિક, મેડિકલ તેમજ સાંયોગીક પુરાવાઓ મેળવી તાત્કાલિક ચાર્જશીટ કરી ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાશે.

કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે : વલસાડ SP

સમગ્ર મામલે વલસાડના પોલીસ અધિક્ષક (SP) ડૉ કરણરાજ વાઘેલા ઉમરગામ પોલીસ સ્ટેશનની બહાર લોકોને સમજાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. દરમિયાન ગામ લોકો આરોપીને કડકમાં કડક સજાની માંગ સાથે નારા લગાવી રહ્યા હતા. ત્યારે ભીડને શાંત કરતા એસપીએ કહ્યું હતું કે ગૃહમંત્રીએ ખાતરી આપી છે કે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. તેમજ આરોપીને ફાંસીની સજા અથવા તો આજીવન કેદની સજા આપવામાં આવશે.

ADVERTISEMENT

ઉમરગામની દીકરીને ન્યાય મળશે જ : વલસાડ સાંસદ

વલસાડના સાંસદ ધવલ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, "ઉમરગામની દીકરીને ન્યાય મળશે જ ! ઉમરગામ વિસ્તારમાં 3 વર્ષની નિર્દોષ બાળકી પર દુષ્કર્મના બનેલા બનાવમાં માત્ર એક જ દિવસમાં વલસાડ પોલીસ દ્વારા ગુનેગારની ધડપકડ કરવામાં આવી છે અને પોલીસ તંત્ર દ્વારા ખાસ કમિટી બનાવીને થોડા જ કલાકોમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ દરમિયાન પોલીસ તંત્ર સાથે સતત સંપર્કમાં રહીને અન્ય પદાધિકારીઓ સાથે પીડિત પરિવારની મુલાકાત લઈને તેમને હિંમત આપીને આશ્વાસન પાઠવ્યું.

ADVERTISEMENT

ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે ટેલિફોનિક વાતચીત તથા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તેમના દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે સંવેદનશીલ સરકાર આ પ્રકારની વિકૃત માનસિકતા વાળા કોઈપણ વ્યક્તિને નહીં છોડે અને કેસને પ્રાથમિકતા આપીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે અને દીકરીને શક્ય તેટલો જલદી ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવામાં આવશે. 

આ સમગ્ર ઘટના ખૂબ દુઃખદ અને ઘૃણાસ્પદ છે. જેને વખોડું છું અને પરિવાર માટે મારી સંવેદના વ્યક્ત કરું છું."

આરોપીને ફાંસી આપવાની માંગ

ઉમરગામ દુષ્કર્મ પીડિત બાળકીને જલ્દીથી ન્યાય મળે અને આરોપીને ફાંસી આપવાની માંગ કરાઈ રહી છે. ઉમરગામ તાલુકા યુવા સંગઠને મુખ્યમંત્રી પાસે માંગ કરી છે કે, બાળકી સાથે દુષ્કર્મ આચરનારા નરાધમને તાત્કાલિક મૃત્યુદંડ આપવામાં આે.

    follow whatsapp

    ADVERTISEMENT