Valsad: પીકનીક પર જતી સ્કૂલ બસમાં અચાનક આગ લાગી, વિદ્યાર્થીઓ-શિક્ષકોનો ચમત્કારિક બચાવ

Gujarat Tak

ADVERTISEMENT

આગમાં રાખ થયેલી બસની તસવીર
valsad bus fire
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

વલસાડમાં પીકનીક જતા સમયે વિદ્યાર્થીઓની બસમાં આગની ઘટના બની.

point

સેલવાસની સ્કૂલના વિદ્યાર્થીઓ વિલ્સન હિલ ખાતે પીકનીક પર જઈ રહ્યા હતા.

point

આગની ઘટના સમયે વિદ્યાર્થીઓ નાસ્તો કરવા નીચે ઉતરી ગયા હોવાથી જીવ બચ્યો.

Valsad News: વલસાડના ધરમપુરમાં આવેલા આવધા ગામમાં સ્કૂલ બસમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. આગ સમયે બસમાં સદનશીબે વિદ્યાર્થીઓ અને શિક્ષકો અંદર હાજર હતા, આથી મોટી જાનહાનિ થતા બચી ગઈ હતી. આગની ઘટનામાં આખી સ્કૂલ બસ સળગીને રાખ થઈ ગઈ હતી. 

પીકનીક પર જતા સ્કૂલ બસમાં આગ

સેલવાસ સમરવરણી ખાતે આવેલ લેડી ઓફ હેલ્પ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના 30 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો વિલ્સન હિલ ખાતે પીકનીક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન ધરમપુરના આવધા ખાતે નાસ્તો કરવા માટે બસ ઉભી હતી અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો નાસ્તો કરવામાં માટે બસની નીચે ઉતરી ગયા હતા. તે દરમિયાન અચાનક કોઈ કારણોસર સ્કૂલ બસમાં આગ લાગતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી. સ્કૂલ બસની આગળના ભાગે આગ લાગતા બસ આખી બળીને રાખ થઈ ગઈ હતી.

મોટી દુર્ઘટના થતા ટળી

જોકે સદનસીબે બસમાં સવાર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો બસની બહાર હોવાથી અને બસમાં કોઈપણ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. આગની ઘટના જાણ ધરમપુર ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવી હતી. જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્કૂલ બસમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો ઘટના સમયે વિદ્યાર્થીઓ બસમાં હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. 

આ પણ વાંચો

ADVERTISEMENT

(ઈનપુટ: કૌશિક જોષી, વલસાડ)
 

    follow whatsapp

    ADVERTISEMENT