Vadodara: સમરસ હોસ્ટેલના ભોજનમાં નીકળતા જીવડાં, વિદ્યાર્થિનીઓએ ઉચ્ચારી આંદોલનની ચિમકી
વડોદરા: સરકાર દ્વારા એક તરફ વિધ્યાર્થીઓ ને સારું શિક્ષણ અને વિવિધ સુવિધા પાછળ કરોડો રૂપિયા ફાળવી રહી છે. ત્યારે બીજી તરફ સમરસ હોસ્ટેલ અનેક વખત…
ADVERTISEMENT
વડોદરા: સરકાર દ્વારા એક તરફ વિધ્યાર્થીઓ ને સારું શિક્ષણ અને વિવિધ સુવિધા પાછળ કરોડો રૂપિયા ફાળવી રહી છે. ત્યારે બીજી તરફ સમરસ હોસ્ટેલ અનેક વખત વિવાદમાં સપડાઈ ચૂકી છે. આ દરમિયાન વધુ એક વિવાદ સામે આવ્યો છે. વડોદરાની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થયા હોવાનો વિવાદ સામે આવ્યો છે. ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને આપવામાં આવતા ભોજનમાંથી જીવડાં નિકળતા મામલો ગરમાયો છે અને વિદ્યાર્થિનીઓએ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
કોરોનાકાળ બાદ રાજ્ય સરકારની સમરસ હોસ્ટેલોમાં પૂર્ણ ક્ષમતાથી અગાઉની જેમ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાઈ રહ્યો છે ત્યારે સમરસ હોસ્ટેલમાં પહેલાની જેમ ફરિયાદો પણ ઉઠવા માંડી છે.વડોદરામાં આવેલી ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં પીરસવામાં આવતા ભોજનમાં જીવડા નીકળતા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ મામલે હવે વિધ્યાર્થીનીઓએ આંદોલનની ચીમકી આપી છે.
હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ આંદોલનના કરે તે માટે સત્તાધીશો દ્વારા નવી ગાઈડ લાઈન બનાવવામાં આવી છે.જે પ્રમાણે વિદ્યાર્થિનીઓના સૂત્રોચ્ચાર કરવા પર કે રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેવા પર , ભોજનને લગતી ફરિયાદ હોય તો ઉહાપોહ કરવા પર પ્રતિંબધ મુકાયો છે. ભોજનાલય બહાર નિયમો દર્શાવતું કાગળ ચોંટાડ્યું હતું, જેમાં એમ પણ લખ્યું હતું કે હોસ્ટેલની જાણકારી બહાર આપશો તો બરતરફ કરી દઇશું આમ વિદ્યાર્થિનીઓ સાથે તાનાશાહીભર્યો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
વિધ્યાર્થીનીઓને વિરોધ કરતી અટકાવાઇ
આ મામલે સ્થાનિક વિધ્યાર્થી સંગઠન વિદ્યાર્થી વિકાસ પરિષદ મેદાને ઉતર્યું છે. તેમણે સમરસ હોસ્ટેલના ભોજનને લઈ આરોપ લગાવ્યો છે કે, વિદ્યાર્થિનીઓનું ભોજન તૈયાર કરેલી યાદી પ્રમાણે મળતું નથી, હોસ્ટેલના ભોજનની ગુણવત્તા નિમ્ન કક્ષાની છે. આ ઉપરાંત વિદ્યાર્થિનીઓને બહારથી ભોજન મગાવવાની પરવાનગી અપાતી નથી. વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સાથે હોસ્ટેલના સત્તાધિશો ચેડા કરી રહ્યા છે. હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ પાણી માટે પણ વ્યવસ્થાને અભાવે વલખાં મારવા પડે છે.હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ આંદોલનમાં અમારી સાથે જોડાવા માંગતી હતી પણ હોસ્ટેલના મુખ્ય ગેટને બંધ કરીને વિદ્યાર્થિનીઓને અમારી સાથે વિરોધ કરતા અટકાવવામાં આવી હતી.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT