Unseasonal Rain: કચ્છ અને અમરેલી સહિતના જિલ્લામાં ભરઉનાળે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકશાન

ADVERTISEMENT

Gujarat Unseasonal Rain
અમરેલી અને કચ્છમાં વરસાદી માહોલ
social share
google news

Gujarat Unseasonal Rain: રાજ્યમાં ભરઉનાળે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજ રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.આ વરસાદને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત જરુર મળશે પરંતુ કેરીના પાકને ભારે નુકશાન પહોંચશે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી રહી છે. ઉનાળામાં વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

અમરેલી અને કચ્છમાં વરસાદી માહોલ

રાજ્યમાં સૌરષ્ટ્રના અમરેલી પંથક પર માવઠું જોવા મળ્યું હતું. અમરેલીના ધારી,ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી,ગઢીયા,ચાવંડ સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. માવઠાના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. અમરેલી સિવાય કચ્છના અંજાર, ભુજ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અંજાર, હીરપરા, રતનાલ,  સતાપર સહિતના ગામોમાં પણ માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ભુજના ખેંગારપર, મોખાણા, નડાપા ઉપરાંત અંજાર, હીરપરા, રતનાલ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. 

હજુ બે દિવસ વરસાદનું સંકટ યથાવત

હજુ આગામી બે દિવસ સાઇકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ હોવાને કારણે વરસાદનું સંકટ યથાવત છે. હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ADVERTISEMENT

Weather Update: રાજ્યમાં ફરી ગાજવીજ સાથે થશે વરસાદની આગાહી, અંબાલાલે કરી 'માઠી' આગાહી

 

    follow whatsapp

    ADVERTISEMENT