ભાવનગરમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદઃ Videos

ADVERTISEMENT

bhavnagar rain
bhavnagar rain
social share
google news

ભાવનગરઃ ભાવનગરને 43 ડિગ્રી પર સુરજ દાદાએ ખુબ તપવ્યું હતું. લોકો બે ઘડી પણ ગરમીની વાત કર્યા વગર રહી શકતા ન હતા. ગરમીના કારણે હજુ તો થોડા જ દિવસ ગરમીનો પ્રકોપ જોતા ત્રાહીમામ પોકારી ગયા હતા ત્યાં વાતાવરણે ફરી પલટો માર્યો છે. આજે સતત બીજા દિવસે પણ ભાવનગરના શહેરી વિસ્તારમાં જ કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. જેના કેટલાક વીડિયો અહીં રજુ કરાયા છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીની રાજકોટમાં એન્ટ્રી પહેલા વિજ્ઞાન જાથાના ચેરમેનનું મોટું નિવેદન

સતત બે દિવસનો વરસાદ અને ખેડૂતોમાં ચિંતા
ભાવનગર શહેરમાં બપોર પછી મંગળવારે અચાનક વાદળો છવાયા હતા. આકાશમાં વાદળા છવાતા ગરમીમાં આંશીક રાહત તો હતી જ પણ થોડા જ સમયમાં વરસાદની સટાસટી ચાલુ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે સોમવારે પણ આવી જ રીતે ભાવનગરમાં વરસાદ પડ્યો હતો. આજે ફરી સતત બીજા દિવસે વરસાદે ભાવનગરમાં વરસીને લોકોને ગરમીમાંથી તો રાહત આપી જ છે પરંતુ આ તરફ ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો છે. આવો જ માહોલ કાંઈક અમદાવાદ શહેર સહિત ઘણા વિસ્તારોમાં હતો. જોકે ભાવનગરમાં તો અચાનક વીજળીના કડાકા પણ શરૂ થવા લાગ્યા હતા. વીજળીના ચમકારે વાદળા વરસી પડ્યા હતા. શહેરી વિસ્તારમાં બે દિવસ સતત વરસાદ પડતા લોકોને જાણે અકળાવનારી ગરમીથી રાહત મળી હતી. આ તરફ ઘણા બાળકોએ ચાલુ વરસાદમાં પણ ફૂટબોલ રમવાની મજા માણી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT