બેરોજગાર GUJARAT! વડોદરામાં સૌથી વધારે બેકાર જ્યારે કથિત પછાતમાં બોટાદમાં રોજગાર જ રોજગાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર :  આજે દેશમાં ગુજરાત મોડેલ રજુ કરવામાં આવી રહ્યું છે. જો કે હવે ગુજરાતના આદર્શ મોડેલની કેટલીક વરવી વાસ્તવિકતાઓ પણ સામે આવતી રહી છે. આજે વિધાનસભામાં કોંગ્રેસી ધારાસભ્ય દ્વારા પુછવામાં આવેલા સવાલના જવાબમાં સરકારે સ્વિકાર કર્યો હતો કે, રાજ્યમાં હાલ કુલ 2,83,140 (2.83 લાખ) યુવાનો બેરોજગાર છે. જો કે સરકારે દાવો કર્યો છે કે તેણે 4.70 લાખ બેરોજગારોને ખાનગી કંપનીઓમાં રોજગારી પુરી પાડી છે. જો કે સરકારની રોજગાર કચેરી ખાતે આ અંગેનો કોઇ રેકોર્ડ જ નથી. ક્યાં રોજગારી પુરૂ પાડવામાં આવી તે અંગે કોઇ જ માહિતી નથી.

રાજ્ય સરકાર દ્વારા બેરોજગારોની સંખ્યા અંગે જિલ્લાવાર માહિતી અપાઇ
રાજ્ય સરકાર દ્વારા બેરોજગારોની સંખ્યાની જિલ્લાવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં વડોદરામાં સૌથી વધારે 26507 બેરોજગાર હોવાનું સામે આવ્યું હતું. જ્યારે સૌથી ઓછા બેરોજગારો દાહોદમાં (39 લોકો) હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકારે સૌથી ઓછો બેરોજગારી દર હોય તેવા જિલ્લાઓની તુલના કરીએ તો મોટા ભાગના એવા જિલ્લા સામે આવ્યા હતા જેને પ્રમાણમાં પછાત જિલ્લા ગણવામાં આવતા હોય. તેમાં તાપી, નર્દા, વલસાડ, દેવભુમિ દ્વારકા જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે.

રોજગારી અંગે સરકારી આંકડો ખુબ જ ચિંતાજનક બાબત છે
જો કે રોજગાર બાબતે ગુજરાતનો સરકારી આંકડો પણ ખુબ જ ચિંતાજનક છે. આ સાથે રાજ્ય અનુસાર બેરોજગારીના આંકડા અને સરકારે પુરી પાડેલી રોજગારીના આંકડાની વિગતો પણ આપી છે. જો કે તે મિસમેચ થઇ રહી હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, રોજગાર કરેચી પાસે કેટલા લોકોને રોજગાર પુરો પાડ્યો તેની કોઇ માહિતી જ નથી. તેવામાં રોજગારી કઇ રીતે પુરી પાડી તે અંગે સરકાર આંકડા કઇ રીતે રજુ કરી રહી છે. એક તરફ જ્યારે કોઇ અધિકારીક આંકડા રોજગાર કચેરી પાસે જ નથી તો સરકાર પાસે આંકડા કઇ રીતે આવી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT