PM મોદી યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યા, માતા હીરાબાની તબીયત છે નાદુરસ્ત
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાની તબીયત નાદુરસ્ત થતા તેમને ગુજરાતના અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેને પગલે વડાપ્રધાન નરેન્દ્ર…
ADVERTISEMENT
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાની તબીયત નાદુરસ્ત થતા તેમને ગુજરાતના અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોસ્પિટલ તરફ દોડી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોસ્પિટલમાં પહોંચી ગયા છે. આ અંગે પળે પળના વધુ અપડેટ્સ પણ આપ સમક્ષ રજુ કરતા રહીશું.
પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. ત્યાં સિક્યુરિટી પણ ગોઢવી દેવામાં આવી છે. માતા હીરાબેન મોદીની તબિયત સુધારા પર છે તેમ યુ.એન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતુ. #Ahmedabad #PMModi #PMModiMotherHealthUpdate pic.twitter.com/g2e1U0kFDf
— Gujarat Tak (@GujaratTak) December 28, 2022
રાહુલ ગાંધીએ શું કહ્યું?
દરમિયાનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર સંવેદના સાથે તેમની તબીયતમાં જલ્દી સુધારો થાય તેવી પ્રાર્થના કરી છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, એક માં અને પુત્રના વચ્ચેનો પ્રેમ અનન્ત અને અનમોલ હોય છે. મોદીજી, આ કઠોર સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા કરું છું કે તમારા માતાજી જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય.
ADVERTISEMENT
નો ડ્રોન ફલાય ઝોન જાહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત બગાડતાં તેમને હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા છે. ત્યારે હીરા બાના ખબર અંતર પૂછવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી ગયા છે. આ દરમિયાન અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવાર બપોરે 4 વાગ્યાના અરસામાં અમદાવાદ આવી પહોંચ્યા છે.
ADVERTISEMENT
હોસ્પિટલ પર નેતાઓનો જમાવડો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત લાથડતા તેમને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે હોસ્પિટલ ખાતે રાજ્યભરના નેતાઓ અને અગ્રણીઓ એક પછી એક પહોંચવા લાગ્યા છે. કે કૈલાસનાથન યુ એન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઉપરાંત ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય કોશિક જૈન પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. સાથે જ રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણી પણ યુ એન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા.
ADVERTISEMENT
હીરા બાની ઉંમર 100 વર્ષથી વધુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની ઉંમર 100 વર્ષથી વધુ છે. હીરા બા 18 જૂને 100 વર્ષના થયા હતા. તેમનો જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો. વડાપ્રધાન મોદી 18 જૂને માતા હીરાબાને સવારે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને મળ્યા હતા. તેમના 100મા જન્મદિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
2016માં બગડી હતી તબિયત
2016માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબીયત બગડી હતી, તેમને તે સમયે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સમાં લઈ જઈ સામાન્ય વ્યક્તિની જેમ જ તેમને સારવાર આપવામાં આવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT