વલસાડમાં ખાનગી લક્ઝરીના ડ્રાઈવરને ઝોકું આવતા બસ પલટી, 2 મુસાફરોના કરુણ મોત, 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત
કૌશિક જોશી/વલસાડ: ગુજરાતના વલસાડ જિલ્લાના વાપીના નેશનલ હાઈવે 48 પર એક મોટો અકસ્માત થયો છે. લક્ઝરી બસ પલટી જતાં બે લોકોના મોત થયા છે અને…
ADVERTISEMENT
કૌશિક જોશી/વલસાડ: ગુજરાતના વલસાડ જિલ્લાના વાપીના નેશનલ હાઈવે 48 પર એક મોટો અકસ્માત થયો છે. લક્ઝરી બસ પલટી જતાં બે લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે. છરવાડા ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ, વાપી NH 48 પર લક્ઝરી બસ પલટી જતાં બે લોકોના મોત થયા હતા અને 4 ઘાયલ થયા હતા.
108 અને ફાયરની ટીમ બચાવમાં જોડાઈ
અકસ્માતની જાણ થતા જ 108ની ટીમ અને ફાયરની ટીમ તથા મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ત્યાં પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલાયા હતા.
ડ્રાઈવરને ઝોકું આવતા અકસ્માત
મુસાફરોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, આ લક્ઝરી બસ ભીલવાડા રાજસ્થાનથી મુંબઈ જઈ રહી હતી. અકસ્માતનો બનાવ રાત્રે 3:00 થી 4:00 વાગ્યા વચ્ચે થયો હતો. ડ્રાઈવર ઊંઘમાં હોવાના કારણે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલા અને એક પુરૂષ મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે. વાપી ટાઉન પીઆઈ ચૌધરી અને જીઆઈડીસી પીઆઈ સરવૈયા હાલમાં આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT