BJ મેડિકલ કોલેજમાં રેગિંગ કરનારા ત્રણેય વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં આવેલી બી.જે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બની હતી. રેગિંગ મુદ્દે 7 જુનિયર ડોક્ટરે સિનિયર ડોક્ટર વિરુદ્ધમાં ફરિયાદ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યાર બાદ માધ્યમોમાં આવતા આખરે બી.જે મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટી બનાવાઇ હતી. તપાસ સમિતીએ રેરિંગ કરનારા રેસિડેન્ટ ડોક્ટર પૈકી 2 ડોક્ટર્સને 3 ટર્મ અને એક રેસિડેન્ટ ડોક્ટરને 2 ટર્મ માટે સસ્પેન્ડ કરી દીધા હતા.

કોંગ્રેસે આળસ મરડી? ગાંધીનગર ખાતે કારોબારી બેઠક યોજાઇ, જગદીશ ઠાકોરે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

જુનિયર ડોક્ટર્સ પર અમાનવીય ત્રાસ ગુજારાયાનો આરોપ
બી.જે મેડિકલના ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ R2 ડોક્ટર્સ પર તેમના જ સિનિયર R3 ધવલ મકડીયા, જયેશ ઠુમ્મર અને હર્ષ સુરેજા દ્વારા રેગિંગના નામે લાફા મારવા, જુતા મારવા, બેલ્ટ વડે માર મારવો, સીટઅપ્સ કરાવવા, પ્લેંક્સ અને સ્કોટ્સ કરાવીને વારંવાર પરેશાન કરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. જ્યાં જુનિયર ડોક્ટર્સની ડ્યુટી હોય તે વોર્ડમાં પણ સિનિયર ડોક્ટર દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું.

ચીનથી ઈટાલી પહોંચેલી બે ફ્લાઈટના અડધો અડધ મુસાફરો કોરોનાથી સંક્રમિત, ઇટાલીમાં ખળભળાટ મચ્યો

જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી ફરિયાદ
આ મુદ્દે જુનિયર વિદ્યાર્થીઓએ ડિપાર્ટમેન્ટના વડા રાજેશ સોલંકીને ફરિયાદ કરી છે. રાજેશ સોલંકીએ આ ફરિયાદને બી.જે મેડિકલ કોલેજને ટ્રાન્સફર કરી દીધી હતી. ત્યાર બાદ મામલો માધ્યમોમાં આવતા બી.જે મેડિકલ કોલેજ સફાળી જાગી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આરોપ હતા તે તમામ ડોક્ટર્સના નિવેદન લેવાયા હતા. દરમિયાન નિવેદન આપવા દરમિયાન જ હર્ષ સુરેજા નામનો વિદ્યાર્થી રડી પડ્યો હતો. રડતા રડતા પોતાની ભુલ સ્વિકારી હતી. જો કે અન્ય મિત્રોએ તેના તરફી નિવેદન આપીને તેને સજા ઓછી કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે રેગિંગ કર્યાનો સ્વિકાર કર્યા બાદ કાર્યવાહી કરી હતી. રેગિંગ કરનારા 3 ડોક્ટર્સ પૈકી એકના પિતા હીરા ઘસે છે જ્યારે બીજાના પિતા ખેડૂત છે.

ADVERTISEMENT

પાકિસ્તાનમાં વિધવા હિન્દુ મહિલા સાથે અત્યાચાર, શખસોએ ગળુ કાપી; ચામડી ઉખાડી દીધી

કમિટીએ 30 કરતા વધારે લોકોના નિવેદન નોંધ્યા
બીજેમેડિકલ કોલેજ દ્વારા બનાવાયેલી કમિટીએ તપાસ કરતા 30 થી વધારે લોકોનાં નિવેદન લેવાયા હતા. જેમાં HOD થી માંડીને વોર્ડબોય અને સ્વિપરનો પણ સમાવેશ થાય છે. તમામ નિવેદન વીડિયો, ઓડિયો અને તસવીરો સહિતના તમામ પુરાવાઓ ચેક કરવામાં આવ્યા હતા. આખરે તમામ તપાસના અંતે અહેવાલ તૈયાર થયો હતો.

ઊનાના યુવકને 2 વર્ષમાં એક જ આંગળીએ 9 વખત સાપ ડંખ્યો, કંટાળીને 540 કિ.મી દૂર રહેવા જતો રહ્યો

જે ડોક્ટરે સ્વિકાર્યું તેને ઓછી સજા, ન સ્વિકારનાર ડોક્ટર્સને વધારે સજા
રેગિંગ કરનારા 3 ડોક્ટરો પૈકી હર્ષ સુરેજાએ રેગિંક કર્યાની કબુલાત કરી હતી. ભવિષ્યે આવી ભુલ નહી કરવાની બાંહેધરી પણ આપી હતી. જેથી તેને 2 ટર્મ (1 વર્ષ ) માટે સસ્પેન્ડ કરાયો હતો. જ્યારે જયેશ ઠુમ્મર અને ધવલ માકડિયાએ પોતે રેગિંગ કર્યું જ નહી હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. જો કે તેમની વિરુદ્ધ પુરાવા હતા. જેથી બંન્નેને આ પુરાવાઓને આધારે 3 ટર્મ (દોઢ વર્ષ) માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે આ ડોક્ટર્સ ફરી જોઇન થશે ત્યારે તેમની પાસેથી ડિપાર્ટમેન્ટનું NOC (ગુડ સર્ટિફિકેટ) લેવાશે. ઉપરાંત હાલ આ ડોક્ટર્સને કેમ્પસ, હોસ્પિટલ, હોસ્ટેલ કે યુનિવર્સિટીમાં પ્રવેશ નહી મળે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT