Weather Forecast: કાળઝાળ ગરમી વચ્ચે વાદળછાયું વાતાવરણ, જુઓ હવામાન વિભાગની નવી આગાહી

ADVERTISEMENT

Gujarat Weather Forecast
હવામાન ખાતા તરફથી રાહતના સમાચાર
social share
google news

Gujarat Weather Forecast: રાજ્યમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે તો બીજી તરફ ગરમી વચ્ચે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે સાથે જ રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી શેકાવવા માટે તૈયાર રહેવું પડશે.

વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી છાંટાની આગાહી 

હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં ગરમીનો પારો 1 થી 2 ડિગ્રી વધવા સંભાવના છે. જેની સાથે જ કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી છાંટા પણ પડી શકે છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારનું હવામાન જોવા મળી શકે છે. 

ગુજરાતીમાં ફરી માવઠું થશે! અંબાલાલ પટેલે કરી વરસાદ પડવાની આગાહી

હવામાન ખાતા તરફથી રાહતના સમાચાર

રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તેમજ અમદાવાદ-ગાંધીનગરમાં હાલમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જોકે રાહતની વાતએ છે કે આગામી સમય માટે કોઈ હિટવેવ અથવા વોર્મ નાઈટની આગાહી કરવામાં આવી નથી. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT