બુટલેગર સામે પોલીસે કોઈ એક્શન ન લેતા વેપારીઓએ કર્યું આ કામ, પોલીસ દોડતી થઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news
વીરેન જોશી, મહીસાગર:  પોલીસ અનેક વખત દારૂબંધીની અમલવારી મામલે સવાલોના ઘેરામાં ફસાઈ ચૂકી છે. આ દરમિયાન મહીસાગર જિલ્લામાં બુટલેગરનો આતંક છવાયો છે. લુણાવાડા તાલુકાના મલેકપુર ગામે છેલ્લા પાંચ દિવસથી ગુંડા રાજ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આમ છતાં પોલીસ દ્વારા આંખઆડા કાન કરવામાં આવતા સ્થાનિકોએ મોરચો સાંભળ્યો. બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી ન થતા મલેકપુરના દુકાનદારોએ પોતાની દુકાનો સદંતર બંધ રાખતા પોલીસના પેટમાં તેલ રેડાયું અને એક્શન મોડ પર આવી.

 

મહીસાગરમાં બુટલેગરો અને લુખ્ખા તત્વોના આતંકઠિ પરેશાન થઈ રહ્યું છે. આ દરમિયાન પોલીસને વેપારી દ્વારા ફરીયાદ આપવા છતાં બુટલેગર સામે કોઈ પગલા નહિ ભરવામાં આવતા વેપારીઓ આકરા પાણીએ જોવા મળ્યા છે. બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી ન થતા મલેકપુરના દુકાનદારોએ પોતાની દુકાનો સદંતર બંધ રાખવામાં આવી હતી. આ કામમાં ગ્રામજનોએ પણ વેપારીઓને ટેકો આપ્યો હતો. છેલ્લા પાંચ દિવસથી બુટલેગર દ્વારા મલેકપુરના દુકાનદારો સહિત ગ્રામજનોને મારામારી કરતા દુકાનદારો અને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: તલાટી મંત્રીની પરીક્ષાને લઈ હસમુખ પટેલે કર્યા મહત્વના ટ્વિટ, જાણો શું કહ્યું
લોકો આવ્યા મેદાને 
વેપારીઓના જણાવ્યા મુજબ બુટલેગર મલેકપુર બજારમાં આવી દાદાગીરી કરી મફત સામાન લઈ જાય છે.મલેકપુર વેપારીઓ દ્વારા બજાર બંધ રાખતા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને મલેકપુરના બઝારમાં પહોંચી હતી . છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો અને દુકાનદાર વેપારીઓ આ બુટલેગરના આંતકથી ત્રસ્ત થઈ ગયા છે જેને લઈ મલેકપુર બંધ રાખી ગ્રામજનો દ્વારા બેનર્સ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું અને બુટલેગરનો આતંક ખત્મ કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી. વેપારીઓના વિરોધ જોતા પોલીસે એક્શનમાં આવી અને મલેકપુરના બઝારમાં આંતક મચાવી દાદાગીરી કરતા બુટલેગરને પકડી લેવામાં આવ્યો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

follow whatsapp

ADVERTISEMENT