આ દિગ્ગજ નેતાઓની મુશ્કેલીમાં વધારો, જમીન કૌભાંડ મુદ્દે બદનક્ષીનો કેસ કોર્ટમાં દાખલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ : શહેરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના નેતા નીતિન ભારદ્વાજ પર કોંગ્રેસના નેતાઓ દ્વારા કરાયેલા 500 કરોડની જમીન કૌભાંડના આક્ષેપનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં મોટા અપડેટ સામે આવ્યા છે. જેના કારણે આગામી દિવસોમાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા સહિતના કોંગ્રેસ આગેવાનોની મુશકેલીમાં વધારો થઇ શકે છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પત્રકાર પરિષદ કરીને લગાવ્યા હતા આક્ષેપ
22 ફેબ્રુઆરી, 2022ના રોજ કોંગ્રસના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર અને સી.જે. ચાવડાએ એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં આક્ષેપ કર્યો હતો કે, રાજકોટની આસપાસમાં 20 કિલોમીટરના વિસ્તારમાં આવેલા અલગ અલગ સરવે નંબરની 2031 સુધી હેતુફેર ન થઈ શકે તેવા કેટલાક સરવે નંબરની કિંમતી જમીનના ઝોન ચેન્જ કરાવી ગુજરાતના માજી મુખ્યમંત્રી અને રાજકોટ-2ના ધારાસભ્ય વિજયભાઈ રૂપાણી તેમજ ભાજપ નેતા નીતિન ભારદ્વાજ સહિતના ભાજપના નેતાઓએ 500 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે.

વિજય રૂપાણીએ ગાંધીનગર અને નીતિન ભારદ્વાજે રાજકોટમાં કેસ દાખલ કર્યો હતો
આ આક્ષેપ બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર અને નીતિન ભારદ્વાજે રાજકોટ કોર્ટમાં ચારેય કોંગ્રેસી નેતાઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેમાં પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા, શૈલેષ પરમાર અને સી.જે. ચાવડા વિરુદ્ધ બદનક્ષીનો દાવો કર્યો હતો. મહત્વનું છે કે નીચલી કોર્ટે બદનક્ષીનો કેસ ગાંધીનગરમાં ચાલી રહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કેસ સાથે જ ચલાવવાનો આદેશ કર્યો હતો.

ADVERTISEMENT

સેશન્સ કોર્ટ દ્વારા અરજીને ગ્રાહ્ય રાખવામાં આવી
જેની સામે નિતીન ભારદ્રાજે સેશન્સ કોર્ટમાં રિવીઝન અરજી કરી હતી. જે બદનક્ષીની અરજી ગ્રાહ્ય રાખી છે. જેના પગલે હવે હવે નિતીન ભારદ્રાજે કરેલો બદનક્ષીનો કેસ હવે રાજકોટની કોર્ટમાં જ ચાલશે. એટલું જ નહિં કોંગ્રેસના આગેવાનો સામે કોર્ટ આગામી દિવસોમાં નોટિસ ઇસ્યું કરી શકે છે. કોંગ્રેસના નેતાઓએ આ કેસમાં રાજકોટ ધક્કા ખાવા પડશે. આમ કોંગ્રેસના નેતાઓની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. તેવામાં હવે કોંગ્રેસના નેતાઓને પોતાનો વાણીવિલાસ ભારે પડી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT