સ્કૂલમાંથી પણ આ કારણે સસ્પેન્ડ કર્યો હતો તથ્યનેઃ સ્ટંટ-નશાનો પણ શોખીન
અમદાવાદઃ કેદી નં. 8683ની નવી ઓળખ ધરાવતો તથ્ય પટેલ નાનપણમાં જ નશાના રવાડે ચઢ્યો હોવાનું સામે આવ્યું છે. તથ્યના સ્કૂલ ડેઝમાં પણ ઘણા કાંડ હતા.…
ADVERTISEMENT
અમદાવાદઃ કેદી નં. 8683ની નવી ઓળખ ધરાવતો તથ્ય પટેલ નાનપણમાં જ નશાના રવાડે ચઢ્યો હોવાનું સામે આવ્યું છે. તથ્યના સ્કૂલ ડેઝમાં પણ ઘણા કાંડ હતા. તથ્ય શાળામાં પણ દારુની બોટલ સાથે ઝડપાયો હતો. જેના કારણે શાળાના મેનેજમેન્ટ દ્વારા તથ્યને શાળામાંથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
તથ્ય શાળામાં ભણતો હતો ત્યારે જ તે દારુનો શોખીન બની ગયો હોવાનું સામે આવ્યું છે. તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે પણ અગાઉના મામલાઓમાં ફરિયાદો છે જેમાં બળાત્કારની ઘટનાનો પણ સમાવેશ થાય છે. પ્રજ્ઞેશનો નબીરો તથ્ય પટેલ પણ નાની વયે જ ક્લબ પાર્ટી, સ્ટંટ અને નશાના રવાડે ચઢ્યો હોવાનું સામે આવ્યું છે.
શું બન્યો હતો બનાવ?
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા થાર કારના અકસ્માતમાં કે જે કાર એક સગીર વયનો છોકરો ચલાવતો હતો. જે છોકરાના અકસ્માત બાદ લોકો ઈજાગ્રસ્તોને મદદ કરવા બ્રિજ પર ટોળા ભેગા થયા હતા ત્યાં જ પુરપાટ ઝડપે આવતી જેગુઆર કાર કે જે તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો. તે કાર લોકોના ટોળામાં ઘૂસી જાય છે અને લોકોને ફંગોળી નાખે છે. 20 લોકોને ફંગોળી નાખનારી જેગુઆર કારની ઝડપ પણ અત્યંત વધારે હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં કુલ 9 વ્યક્તિના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે જશવંતસિંહ નામના પોલીસ કર્મચારી મોડી રાત્રે સારવાર દરમિયાન અવસાન પામ્યા હતા. જે પછી આ ઘટનામાં મૃત્યુઆંક 10 સુધી પહોંચ્યો છે. આ તરફ પોલીસે આરોપી પિતા પુત્રની ધરપકડ કરી લીધી છે. ઘટનાને લઈને પોલીસે તુરંત ઘટનાનું રિકન્સ્ટ્રક્શન સહિતની કામગીરી હાથ ધરી છે.
ADVERTISEMENT
રાજકોટઃ તાજીયામાં 20 લોકોને કરંટની ઘટનાને લઈને શક્તિસિંહે વ્યક્ત કર્યો શોક
ઉલ્લેખનીય છે કે, પોલીસે જેગુઆર કાંડના બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ પાસેથી પોલીસે તેમના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. આ કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકારી વકીલે એવું પણ કહ્યું હતું કે, આરોપી પોલીસને સહકારી આપી રહ્યા નથી. કોર્ટે આરોપી પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યો હતો. તથ્ય પટેલ અંગે કોર્ટ 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા હતા. તથ્ય પટેલને લઈને કરવામાં આવેલી વકીલની સક્ષમ દલીલો અને પોલીસની કાર્યવાહીને જોતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા હતા. આજે તથ્યના આ રિમાન્ડ પુરા થયા હતા. પોલીસે તથ્યના ફર્ધર રિમાન્ડની માગણી કરી ન્હોતી. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યો છે.
તથ્ય સામે કેવા કેવા પુરાવાઓ પોલીસને મળ્યા?
હાલમાં જ તથ્ય પટેલની સ્પીડ 141.27 એફએસએલમાં સામે આવી હોવાની વિગતો અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મીડિયા સમક્ષ મુકાઈ હતી ત્યાં યુકેથી જેગુઆર કંપનીના આવેલા રિપોર્ટમાં કાર 138ની સ્પીડમાં લોકો સાથે ટકરાઈ અને 108ની સ્પીડ પર લોક થઈ ગયાનું સામે આવ્યું હતું. જેમાં તથ્યએ કારની બ્રેક લગાવી ન્હોતી તેવો ઘટસ્ફોટ પણ સામે આવ્યો હતો. બેજવાબદાર ડ્રાઈવીંગ માટે પંકાયેલા તથ્યના ડીએનએ રિપોર્ટ પણ કરાવાયા હતા. તથ્યના ડીએનએ રિપોર્ટ પોલીસે કેમ કરાવ્યા હતા તેને લઈને કદાચ આપને સવાલ જરૂર હશે. પરંતુ ડીએનએ રિપોર્ટ સાથે પોલીસે એક મોટો પુરાવો પણ મેળવ્યો છે. તથ્યની જેગુઆરની ડ્રાઈવીંગ સીટ પરથી મળી આવેલા વાળ સાથે તથ્યનો ડીએનએ રિપોર્ટ મેચ થયો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં 17 સાક્ષીઓની જુબાની લેવાઈ છે. વીડિયો પુરાવા ઉપરાંત કોલ ડિટેઈલમાં તથ્ય પટેલની અકસ્માત સ્થળે હાજરી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત ડીએનએ રિપોર્ટમાં સામે આવ્યું છે કે અકસ્માત સમયે ડ્રાઇવિંગ સીટ પર તથ્ય જ હતો.
ADVERTISEMENT
આ તરફ અમદાવાદ આરટીઓએ તથ્યનું ડ્રાઈવીંગ લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી આરંભી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ પાસેથી આરટીઓએ જરૂરી વિગતો મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. જે આવતાની સાથે જ હીયરિંગ કરીને તેનું લાયસન્સ રદ્દ કરવાને લઈને તજવીજ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ 2022માં જ ફેબ્રુઆરી મહિનામાં તથ્યને લાયસન્સ આપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
તથ્ય પટેલ સામે પોલીસે દાખલ કરી ચાર્જશીટ
તથ્ય પટેલ સામે પોલીસે 1 જ અઠવાડિયામાં કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી છે. 1684 પાનાની ચાર્જશીટમાં પોલીસે 25 પંચનામા, 191 લોકોના નિવેદનનો પણ સમાવેશ કર્યો છે. જોકે બીજી બાજુ તથ્યના પિતા પ્રજ્ઞેશની ચાર્જશીટ રજૂ કરવામાં આવી નથી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સામે પ્રજ્ઞેશે જામીન અરજી કરી છે જેમાં મુદત પડી છે. કોર્ટ આ મામલે સુનાવણી કરશે.
ADVERTISEMENT