તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને ના મળ્યા જામીનઃ તપાસ અધિકારી બંદોબસ્તમાં જતા ટળી સુનાવણી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર એક સાથે 20 લોકોને ફંગોળી નાખવાની ઘટનામાં 9 વ્યક્તિના જીવ ગયા હતા. આ કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે પણ આજે આ કેસ સાથે તેના પિતા પર થયેલા કેસ મામલે એવા સમાચાર આવ્યા છે જેમાં તેના પિતા પ્રજ્ઞેશ પટેલનો જેલવાસ લંબાયો છે. તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની સામે આજે જામીન મામલામાં સુનાવણી થવાની હતી પરંતુ આજે તપાસ અધિકારી સરકારી બંદોબસ્તના કામમાં હોવાથી સુનાવણી થઈ ટીળી ગઈ છે. હવે પ્રજ્ઞેશને વધુ ત્રણ દિવસ જેલમાં જ રહેવું પડશે. આગામી સુનાવણી કોર્ટ 6 ઓગસ્ટે હાથ ધરશે.

‘એક ઉપર એક 14 ગાડીઓ ફરી વળી’- અમેરિકામાં ગુજરાતી યુવકનું કમકમાટી ભર્યું મોત

પ્રજ્ઞેશનો થશે વોઈસ સ્પેક્ટોગ્રાફી ટેસ્ટ

અકસમાતના મુખ્ય આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની એક કથિત ઓડિયો ક્લિપ સામે આવી હતી. જેમાં પ્રજ્ઞેશ કોઈ સાથે વાત કરે છે. કહે છે કે, 19-20 વર્ષના છોકરાઓથી તો આવું કોકવાર થઈ જાય, તેનું ટેન્શન નહીં લેવાનું, તેને આખી જિંદગી કાંઈ નહીં થાય, પણ એને માપમાં રાખવાના, એ મારી રીતે હું રાખીશ. તું ટેન્શન ના લઈશ. જોકે આ ઓડિયો ક્યારનો છે, સાચો છે કે ખોટો તેને લઈને તપાસ શરૂ થઈ છે. ઉપરાંત સાથે આ વાતચિત વખતે પ્રજ્ઞેશની સાથે સામે કોણ હતું તે પણ તપાસ ચાલી રહી છે. હાલ આ ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી અમદાવાદ પોલીસ દ્વારા અવાજને કન્ફર્મ કરવા માટે પ્રજ્ઞેશનો વોઈસ સ્પેક્ટોગ્રાફી ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT