TATની પરીક્ષા જાહેર, 5 થી 15 જુલાઇ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: છેલ્લા ઘણા સમયથી ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષાની રાહ જોવાઈ રહી હતી. અઅ દરમિયાન TATની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TATની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આગામી 6 ઓગસ્ટના રોજ પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે.

રાજ્યમાં TATની પરીક્ષાને લઈ ઉમેદવારો ઘણા સમયથી તૈયારી કરી રહ્યા હતા. અઅ દરમિયાન પરીક્ષાને લઈ મહત્વના સમાચાર આવ્યા છે. આગામી 6 ઓગસ્ટના રોજ પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. જે બહુવિકલ્પ હશે. જ્યારે 17 સેપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) યોજાશે. TATની પરીક્ષા માટે 5 જુલાઈથી 15 જુલાઈ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. 5 જુલાઈથી 17 જુલાઈ સુધી ફી સ્વીકાર કરવામાં આવશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેકિંગ મારફત ફી ભરી શકશે.

નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે પરીક્ષા
શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) TAT-HIGHER SECONDARY  પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ત્યારે ઉમેદવારો http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેકિંગ મારફત ફી ભરી શકશે. રાજ્ય પરીક્ષા બોર્ડે પરીક્ષા અંગે જાહેરાત કરી છે. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે.

ADVERTISEMENT

પરીક્ષાનું જાહેરનામું

  • જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખ 1/7/2023
  • ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમય- 5/7/2023 થી 15/7/2023
  • નેટબેન્કિંગ મારફત ફી સ્વીકારવાનો સમય – 5/7/2023 થી 17/7/2023
  • પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ ) – 6/8/2023
  • મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક સ્વરૂપ – 17/9/2023

    follow whatsapp

    ADVERTISEMENT