ટેન્કર ચાલકે કારને હાઈવે પર 500 મીટર સુધી ઢસડી, Video સોશિયલ મીડિયા પર વાયરલ

ADVERTISEMENT

gujarattak
social share
google news
સંજયસિંહ રાઠોડ, સુરત: દિલ્હીમાં હાલમાં જ એક અકસ્માતમાં યુવતીની લાશને કારથી દૂર સુધી ઢસડીને લઈ જવામાં આવી હતી. આવો જ વધુ એક દર્દનાક કિસ્સો દિલ્હી-મુંબઈ નેશનલ હાઈવે પર  બન્યો છે. સુરતના પલસાણા વિસ્તારમાં એક ટેન્કર ચાલકે કાર ચાલકને હાઈવે પર લગભગ 500 મીટર સુધી ઢસડી છે.  જોકે આ ઘટનાનો  Video અન્ય ડ્રાઈવરે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો અને વાયરલ થયો હતો. વાઈરલ વિડિયો જોઈને લાગે છે કે કારમાં સવાર કોઈ પણ સુરક્ષિત રીતે બચી શક્યું નથી, પરંતુ આ કેસમાં કોઈ જાનહાનિ થઈ નથી.

 સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વિડીયો સુરતના પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.કાર ચાલક ગત રવિવારે સાંજે 6.30 વાગ્યાની આસપાસ મુંબઇ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર પલસાણા ખાતે આવેલી ડિસન્ટ હોટલ પરથી સર્વિસ રોડ પર આવી રહ્યાં હતા. એ સમયે પલસાણાથી કડોદરા તરફ સર્વિસ રોડ પર જઇ રહેલા એક ટેન્કર ચાલકે તેમની કારને અડફેટે લીધી હતી. ટેન્કરની સ્પીડ ઓછી હોવાના કારણે કાર ટેન્કરના આગળના ભાગે ચોંટી ગઇ હતી. જે જોઇને ટેન્કર ચાલક ગભરાઈ ગયો હતો અને બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બ્રેક લાગી ન હતી અને કાર અંદાજે 500 મીટર સુધી ઢસડાઈ હતી.

આ પણ વાંચો: Junagadh: પોલીસે જ પોલીસ કર્મીની કરી હત્યા? બ્રિજેશ લવાડિયાના પરિવારે કરી આ માંગ
આ સમગ્ર ઘટના  પાછળથી આવી રહેલા એક કાર ચાલકે પોતાના ફોનમાં શુટ કરી વાયરલ કર્યું હતું. પલસાણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.ડી.ચાવડાએ ફોન પર જણાવ્યું હતું કે, રવિવારે સાંજે સાડા 6 થી 6.45 વાગ્યાની વચ્ચે એક ટેન્કર ચાલક હાઇવે પર કાર ઢસડી હતી, જેનો વિડીયો વાયરલ થયો છે. આ ઘટનામાં કારમાં સવાર લોકોને કોઈ ઈજા થઈ નથી, માત્ર કારને જ નુકસાન થયું છે. જેથી કાર ચાલકે ટેન્કર હોવાથી પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાવી નથી. ડ્રાઇવરે ક્ષતિગ્રસ્ત કાર માટે ચૂકવણી કરી છે.
 તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT