સુરેન્દ્રનગરઃ સાયલામાં ડમ્પર-બાઈક ભટકાયા, યુવાનનું મોત, અકસ્માત કે હત્યાનું રહસ્ય ઘૂંટાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

સાજીદ બેલિમ.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના સાયલા બાયપાસ રોડ પર એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર અને બાઇક અથડાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માત દરમિયાન પરિવારજનોએ ડમ્પર દ્વારા બાઇકને જાણી જોઇને ટક્કર મારવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. મૃતકનું નામ વિશાલ ભગવાનભાઈ હોવાનું અને તેના મૃતદેહનું સાયલા હોસ્પિટલ ખાતે પી.એમ. કરવામાં આવ્યું હતું. પરિવારે અગાઉ પણ પોતાને જીવું જોખમ હોવાને લઈને પોલીસ પાસે મદદની માગ કરી હતી પરંતુ પરિવારનો આરોપ છે કે પોલીસે તેમને ગંભીરતાથી લીધા ન્હોતા અને આ જ દરમિયાનમાં યુવાનનું અકસ્માતમાં મૃત્યુ પામવું એ કોઈ અકસ્માત ના હોવાનું અને તેના કરતા હત્યા હોવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યો છે.

ગઈકાલે જ પોલીસની મદદ માગવા ગયા હતા લોકો પણ…
આ કમનસીબ ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પરિવારનો આરોપ છે કે અકસ્માત પાછળ કેટલાક અન્ય કારણો હતા અને તેઓ દાવો કરે છે કે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. આ ધમકી અંગે તેઓ ગઈકાલે સાયલા પોલીસ મથકે ગયા હતા અને ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસ દ્વારા તેમને કોઈ ગંભીરતા દાખવવામાં આવી ન હતી.

વડોદરા પાસિંગની કાર નડિયાદમાં ભડકેઃ અફરા-તફરી સર્જાઈ, આગ પર કાબુ મેળવાયો- Video

ઘટના બાદ ડીવાયએસપી, સીપીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો પણ હોસ્પિટલમાં હાજર થઈ ગયો હતો. અકસ્માતમાં સામેલ પોલીસે સાક્ષીઓની પૂછપરછ કરી અને તપાસ શરૂ કરી. આ દુઃખદ સમયે, લોકોએ મૃતકના પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને તેમને સહાનુભૂતિ દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે સાયલા બાયપાસ રોડ પર ડમ્પર સાથે અથડાતા બાઈક પર સવાર વિશાનલ ભગવાનભાઈ નામના યુવકનું મૃત્યુ થયું હતું. આ મામલામાં પરિવારના આક્ષેપો પછી કાંઈક અલગ જ કહાની હોવાની ગંધ આવવા લાગી છે. આખરે આ મામલાને લઈને પોલીસે પોસ્ટ મોર્ટમની વિધિ પુર્ણ કર્યા પછી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના હત્યાના ઈરાદે બની હશે તો પોલીસે આ મામલામાં તે પ્રમાણે કાર્યવાહી કરવાની રહેશે પરંતુ આ પહેલા પરિવારના આક્ષેપ પ્રમાણે એક દિવસ અગાઉ જ્યારે તેઓ પોલીસની મદદ માગાવા માટે આવ્યા હતા ત્યારે શું બન્યું હતું તેનો પણ ખુલાસો કરવાનો થેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT