સુરત મનપાનો મહિલાઓને લઈ મહત્વનો નિર્ણય, હવે આ કામ કરવાથી 1 વર્ષ કરી શકશે ફ્રીમાં મુસાફરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: શહેરમાં જાહેર પરિવહન સેવા લોકપયોગી બનાવવા વધુ એક નાગરિક હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાનો મહિલાઓ વધુમાં વધુ લાભ લઈ શકે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરની સીટી બસમાં મહિલાઓ એક હજાર રૂપિયાના પાસમાં એક વર્ષ ફ્રી મુસાફરી કરી શકશે.

રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા તેમજ અકસ્માતના બનવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત જાહેર પરિવહન સેવાનો મહિલાઓ વધુમાં લાભ મેળવી શકે તે માટે સરલ પાસ યોજના શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરમાં મહિલાઓ હવે એક હજારના પાસમાં એક વર્ષ જેટલો સમય મુસાફરી કરી શકશે. એક હજારનો ચાર્જ આપ્યા બાદ બસમાં અન્ય ચાર્જ આપવાની જરૂર નથી.

1 એપ્રિલથી યોજના આવશે અમલમાં
સુરત મનપા દ્વારા વડીલો બાદ મહિલા માટે સરલ પાસ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારે આખું વર્ષ અનલિમિટેડ મુસાફરીની આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. 1 એપ્રિલથી સરલ પાસ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. સરલ પાસ યોજનાનો લાભ બાળકો અને વૃદ્ધો બાદ મહિલાઓને પણ મળશે.

ADVERTISEMENT

છ માસના પાસ 500 રૂપિયામાં
સરલ પાસ યોજનામાં ત્રિમાસિક પાસના દર રૂ.300 નક્કી કરવામાં આવ્યો છે. છ માસના પાસનો દર રૂપિયા 500 રખાયા છે જ્યારે એક વર્ષના પાસનો દર રુપિયા એક હજાર રખાવામાં આવ્યો છે. ત્યારે હાલ સુરતમાં જાહેર પરિવહન સેવાનો લાભ દરરોજ અઢી લાખ લોકો લે છે.

ઇ બસ દોડાવવાનું આયોજન
સુરત મહાનગરપાલિકા સંચાલિત જાહેર પરિવહન સેવા પ્રદૂષણ મુક્ત રહે તે માટે તબક્કાવાર ઈ-બસ દોડાવવાનું આયોજન થઈ રહ્યું છે. આ ઉપરાંત બસોમાં વધુમાં વધુ મહિલાઓ મુસાફરી કરી શકે તે માટે ખાસ સરલ પાસ યોજનાનો પ્રારંભ 1લી એપ્રિલથી કરવામાં આવશે. જેમાં મહિલાઓ અનલિમિટેડ મુસાફરી કરી શકાશે.

ADVERTISEMENT

દર્શન સોલંકીના પરિવારને ન્યાય આપવાની માગ સાથે અમદાવાદમાં કેન્ડલ માર્ચ અને વિશાળ રેલી, ધારાસભ્યો સહિતના લોકો જોડાયા

ADVERTISEMENT

થોડા સમય પહેલા સરલ ટિકિટ યોજનાનો પ્રારંભ
થોડા સમય પહેલા સુરત મહાનગરપાલિકાએ સરલ ટીકિટ યોજનાનો પ્રારંભ કર્યો હતો. જેમાં ૨૫ રૂપિયાની ટિકીટ ખરીદીને આખો દિવસમાં અનલિમિટેડ મુસાફરી થઈ શકે છે. ત્યારે હવે સરલ પાસ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT