બક્સરમાં કેન્દ્રીયમંત્રીના કાફલા પર પથ્થરમારો, મંત્રીજી માંડ-માંડ જીવ બચાવીને નિકળ્યાં
લખનઉ : બિહારના બક્સરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચોબેના લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન તેમના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો. તેમની વિરુદ્ધ…
ADVERTISEMENT
લખનઉ : બિહારના બક્સરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચોબેના લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન તેમના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો. તેમની વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી અને અશ્વિની ચોબે મુર્દાબાદના નારા પણ લાગ્યા હતા. બક્સર-ચૌસાના બનારપુર પહોંચેલા કેન્દ્રીય મંત્રીને સુરક્ષા કર્મચારીઓને તેમની આસપાસ ઘેરો કરીને સુરક્ષીત રીતે બહાર કાઢ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી અશ્વિની ચોબે થર્મલ પાવર પ્લાન્ટ પર પથ્થરમારો અને આગની ઘટના બાદ ખેડૂતો સાથે વાતચીત કરવા માટે બનારપુર ગામ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે થોડા સમય માટે ખેડૂતો સાથે વાતચીત પણ કરી હતી. જો કે અહીં ઉમટી પડેલી ભીડ ઉગ્ર થઇ ચુકી હતી. ચોબે બક્સરના સાંસદ પણ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT