વિજય સુવાળા vs દિનેશ દેસાઈ : ફરિયાદીએ કહ્યું- 40નું ટોળું ધારિયા લઈને મારવા આવ્યું, તો સિંગરે જુઓ શું આપી પ્રતિક્રિયા

Gujarat Tak

ADVERTISEMENT

vijay suvala vs dinesh desai
વિજય સુવાળા અને દિનેશ દેસાઈની પ્રતિક્રિયા
social share
google news

Singer Vijay Suvada Case : ગુજરાતના જાણિતા લોકગાયક વિજય સુવાળા અને તેમના ભાઈ યુવરાજ સુવાળા સહિત 13 લોકો સામે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાઈ છે. દિનેશ દેસાઈ નામના જમીન દલાલે જાનથી મારી નાખવાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. દિનેશ દેસાઈનો આરોપ છે કે મારી ઓફિસ પર વિજય સુવાળા અને તેમના ભાઈ યુવરાજ સુવાળા, રાજુ રબારી, વિક્કી અને સુરેશ દેસાઈ સહિત 50 જેટલા લોકોના ટોળાએ ઉત્પાદ મચાવ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના પણ આક્ષેપ કર્યા હતા. તો આ સમગ્ર ઘટનાના એક CCTV ફુટેજ સામે આવ્યા છે. જેમાં કારમાંથી ઉતરતા કેટલાક લોકો જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે, વિજય સુવાળા અને દિનેશ દેસાઈ બંને ભાજપ સાથે જોડાયેલા છે. ત્યારે હવે આ બંનેની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ત્યારે જુઓ બંનેએ શું કહ્યું...

ફરિયાદી દિનેશ દેસાઈએ શું કહ્યું?

ફરિયાદી દિનેશ દેસાઈના જણાવ્યા અનુસાર, 18 ઓગસ્ટની રાત્રે 11.30 આસપાસ 30 જેટલી કાર, રિક્ષા અને 10 જેટલી બાઈક સાથે 40 લોકોનું ટોળુ લાકડી, ધારિયા અને તલવાર જેવા હથિયારો સાથે દારૂના નશામાં મારી ઓફિસ આવ્યા હતા. ઓફિસ પર તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો અને જાનથી મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો.

વિજય સુવાળાએ ઘટના અંગે શું કહ્યું?

તો બીજી તરફ વિજય સુવાળાએ તમામ આરોપો ફગાવ્યા છે. વિજય સુવાળાએ આરોપ લગાવ્યા છે કે, તાજેતરમાં જ ઓઢવ પોલીસ સ્ટેશનમાં મારા વિરૂદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. ગુજરાતની જનતાને કહેવા માંગું છું કે, દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ત્રણ-ચાર વર્ષથી મારી પાછળ પડી ગયો હતો મને હેરાન કરતો હતો. મારી પાસે ખંડણી કરતો હતો, ઉઘરાણી કરતો હતો. મને કહેતો હતો કે મારી સત્તા ખુબ છે અને મારી પહોંચ બહુ ઊંચી છે. હું ગમે તે કરીશ, ગમે તને ફસાવી દઈશ. ગમે તે રીતે મારીશ. તમામ ધમકી આપેલી છે. આ બધુ તેને કરવા પાછળનું એક જ કારણ છે કે તે સમાજની દીકરીઓને તે અવારનવાર હેરાન કરતો હતો. જેની ફરિયાદો પાંચ-છ અમારી પાસે આવી, જે વિશે સામાજિક કાર્યકરો અમે મોકલ્યા.

આ પણ વાંચો

ADVERTISEMENT

'...પછી છેલ્લે મેં કંટાળીને મારા સામાજિક કાર્યકરોને મોકલ્યા'

વિજય સુવાળાએ કહ્યું કે, તેણે કાર્યકરોને સીધી ધમકી આપી કે આ પ્રકારે મારા ઘરે આવશો નહીં અને આ બાબતે મને પ્રશ્નો પૂછવા નહીં. સત્તાનો દુરૂપયોગ કરીને મારા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. તે મેટરમાં હું ઈન્ટરફિયર હતો નહીં. હું હાજર હતો નહીં. માત્રને માત્ર ખોટી ફરિયાદ કરાવી છે. તે સતત મને રાત-દિવસ ધમકીઓ આપતો હતો. છેલ્લે મેં કંટાળીને મારા સામાજિક કાર્યકરોને મોકલ્યા કે ભાઈ તું શું કામ છોકરાને હેરાન કરે છે. અમારા લોકોને ગાળાગાળી કરવામાં આવી અને તેને ભાગી જવા કહ્યું. જે વ્યક્તિએ કોઈને નુકસાન નથી કર્યું. તેમ છતા ખોટી ફરિયાદ કરવામાં આવી છે.'

40 લોકો સામે ફરિયાદ નોંધાઈ : પોલીસ

પોલીસના જણાવ્યા અનુસાર, દિનેશ દેસાઈએ વિજય સુવાળા અને તેમના ભાઈ સહિત 40 લોકો સામે ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT