સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમાં ગુંજ્યો રામ મંદિરનો મુદ્દો, જાણો શું બોલ્યા રાજનાથ સિંહ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગીર સોમનાથ: આજથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જય સોમનાથ અને વડક્કમ સાથે તમિલયન લોકોને આવકાર્યા હતા. ભુપેન્દ્ર પટેલે તેમનું સમગ્ર ભાષણ વાચીને વિક્કાનાદરી બોલીને પુર્ણ કર્યુ હતું. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં હાજરી આપવા માટે મૂળ સૌરાષ્ટ્રના પરંતુ પાછલા ઘણા વર્ષોથી તમિલનાડુમાં સ્થાયી થયેલા યાત્રિકોને લઈને આવેલી વિશેષ ટ્રેન આજે સોમનાથ વેરાવળ રેલવે સ્ટેશન આવી હતી. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે તમિલનાડુથી આવેલા તમામ યાત્રિકોનું ભારે ઉમળકા અને સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરા મુજબ સ્વાગત કર્યું હતું. સોમનાથ પહોંચેલા તમામ તમિલનાડુના યાત્રિકો પહેલા સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે. આ દરમિયાન રાજનાથ સિહે રામ મંદિર મુદે થયેલા આક્ષેપને લઈ મહત્વનું નિવેદન આપ્યું હતું. કહ્યું કે રામ મંદિરનું નામ આવતા જ અમારો મજાક ઉડાવવામાં આવતો હતો.

રાજનાથ સિહે પોતાની સ્પીચની શરૂઆત નમસ્કાર કેમ છો થી શરૂ કરી હતી. આ સાથે આજે સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમમાં વિશ્વના પ્રથમ જયોર્તિલિંગ સોમનાથમાં એકત્ર થવાનો મોકો મળ્યો છે. સૌરાષ્ટ્ર-તમિલનું આ સંગમ બે પ્રદેશનું મિલનનો કાર્યક્રમ નાથી. પરંતુ ભારતના સાંસ્કૃતિક વૈભવનો એક કાર્યક્રમ છે. સૌરાષ્ટ્ર-તમિલ સંગમ જેટલું સુંદર નામ આપ્યું છે. અહી બેઠેલા લોકોએ સદીઓ પહેલા અહી શિવજીની પૂજા કરી હતી. વડા પ્રધાને એક ભારત શ્રેષ્ટ ભારત મંત્ર આપ્યો છે. તે મંત્રને સાર્થક કરવા સૌરાષ્ટ્રના એવા લોકો સદીઓ પહેલા અહી સુ રાષ્ટ્ર એટલે કે સૌરાષ્ટ્ર સુંદર પ્રદેશનું નિર્માણ કર્યું હતું. તે પોતાની ધરતીને મળવા આવી રહ્યા છે. ભગવાન સોમનાથને નમન કરવા આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર તમીલના લોકોને શુભકામના પાઠવું છું.

લોકોએ રામ મંદિરના નિર્માણની રાહ જોઈ રહ્યા હતા 
દેશ મોટા સાંસ્કૃતિક બદલાવનું સાક્ષી બની રહ્યું છે. આ બદલાવમાં આપણે સહભાગી છીએ. સાથીઓ હું દેશનો રક્ષા મંત્રી છું. જ્યારે અહી આવી રહ્યો હટુ ત્યારે વિચાર આવ્યો કે દેશના રક્ષા મંત્રી તરીકે કઇ રીતે જોઈ રહ્યો છું. આજે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ પહેલા એક ઉદાહરણ જોઈએ તો સરકારના પ્રયાસોથી ઉજ્જૈનમાં બાબા મહાકાલમાં ભવ્ય કોરિડોરનું નિર્માણ થઈ ચૂક્યું છે. અને તે પહેલા કાશીમાં બાબા કાશીનાથમાં ભવ્ય નિર્માણ થયું આ રીતે રામ મંદિરનું પણ ઉદાહરણ જોઈ શકાય છે. રામજીને અયોધ્યામાં સ્થાન મળવું કેટલું મુશ્કેલ થઈ ગયું હતું. કેટલીય પેઢીઓ રાહ જોઈ રહી હતી કે, રામ મંદિરનું નિર્માણ થશે કે નહીં?

ADVERTISEMENT

અમારો મજાક ઉડાવતા
રામ મંદિરનું નામ આવતા જ લોકો અમારો મજાક ઉડાવતા હતા. રામ મંદિર નિર્માણની લોકો તારીખ પૂછવા લાગતાં હતા. પ્રધાન મંત્રીના નેતૃત્વમાં તમે તમારી આંખો થી જોઈ શકો છો કે રામ મંદિરનું નિર્માણ અયોધ્યામાં થઈ રહ્યું છે. એટલું જ નહીં અમે કહેતા કે અમે અહી આવીશું મંદિર અહી બનાવીશું. તો લોકો પૂછતાં કે તારીખ કહો કે તમે ક્યારે મંદિરનું નિર્માણ કરવા ઈચ્છો છો. હું કહું છું કે મંદિર જલ્દી તૈયાર થઈ રહ્યું છે. આવા લોકોને મંદિરના કાર્યક્રમમાં બોલાવવા જોઈએ. રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું કે ભારતને જોડવા નીકળ્યા છે પરંતુ ભારત તો અખંડ છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT