Saurashtra News: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વિચિત્ર ફરમાનઃ ‘ટૂંકા કપડા નહીં પહેરવા’

ADVERTISEMENT

gujarattak
social share
google news

Saurashtra News: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું એક વિચિત્ર ફરમાન સામે આવ્યું છે. ગર્લ્સ હોસ્ટેલમાં મર્યાદામાં કપડાં પહેરવા પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ફરમાન જાહેર પરિપત્ર કર્યો છે. ગર્લ્સના કપડા પહેરવાને લઈને પરિપત્રમાં કહેવામાં આવ્યું છે. જેને લઈને હવે વિવાદ ઊભો થયો છે. હવે ટુંકા વર્સ્તોર વિદ્યાર્થિનીઓને નહીં પહેરવાનું ફરમાન આવતા ભારે ચિંતા છે.

Lion in Gujarat Rain: વરસાદથી બચવા સિંહોને મળી ગઈ ઝૂંપડી, Video

કયા કયા નિયમો કરાયા લાગુ

હોસ્ટેલના પ્રાર્થના હોલ અને ડાઇનિંગ હોલમાં વિદ્યાર્થિનીઓને ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તે સિવાય ગર્લ્સ હોસ્ટેલની ફી સત્ર દીઠ 1000 રૂપિયા અને વીજળી ખર્ચ સત્ર દીઠ 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તે સિવાય હોસ્ટેલમાં પૂર્ણ સમયના નિયમિત અભ્યાસક્રમમાં જોડાયેલી વિદ્યાર્થિનીઓને જ પ્રવેશ આપવામાં આવશે. આ મામલે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ દ્વારા પણ ટૂંકા વસ્ત્રો પર નિવેદન આપવામાં આવ્યું છે. પ્રો. ગિરીશ ભીમાણીએ કહ્યું, આ પરિપત્ર નહીં નિયમો છે. ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ સમયે જ નિયમો સમજાવવાના રહેતા હોય છે, ગર્લ્સ હોસ્ટેલમાં પ્રાર્થના હોલ અને ભોજનાલયમાં ટૂંકા વસ્ત્રો ન પહેરવા તેવો નિયમ હતો જ, હવે પબ્લિક ડોમેઇન પર નિયમો મુકવામાં આવ્યા છે. ટૂંકા કપડાં પહેરવા મામલો ગર્લ્સ અને બોયસ બન્નેને લાગુ પડે છે. બોયસ માટેના પણ નિયમો હતા જ તેમાં પણ સુધારો કરવા અધિકારીઓને કહેવાયું છે. રેક્ટરો સાથેની બેઠક બાદ જ નિર્ણય લેવાતો હોઈ છે.

(ઈનપુટઃ નિલેશ શિશાંગિયા, રાજકોટ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT