સુરતમાં પાનની દુકાનની આડમાં થતું હતું પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ, પોલીસે 1.29 લાખનો મુદામાલ કબજે કર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: રાજ્યમાં અનેક વખત ઇ સિગારેટનો જથ્થો ડીઆરઆઈ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે હવે સુરતના વેસુ વિસ્તારમાં આવેલી પાનની દુકાનની આડમાં પ્રતિબંધિત ઈ સિગારેટનું વેચાણ થઇ રહ્યું હતું જ્યાં SOG એ  દરોડો પાડી દુકાન માલિકની ધરપકડ કરી છે. SOG એ પાનની દુકાનમાંથી 1.29 લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતમાં પોલીસ ડ્રગ્સને લઈ વધુ સતર્ક જોવા મળી રહી છે. સુરત પોલીસ દ્વારાનો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ત્યારે સુરત પોલીસ કમિશ્નર ના ધ્યાને આવ્યું હતું કે શહેર વિસ્તારમાં આવેલા કેટલાક પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ-સિગારેટ, ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ તથા ઈ-હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી આવા દુકાનદારોને શોધી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો: સાબરકાંઠામાં Income Tax ના કોન્ટ્રાક્ટરોને ત્યાં દરોડાનો મામલે, ફાયનાન્સ, આંગડીયા અને સિમેન્ટ પેઢીઓ પર લટકતી તલવાર

ADVERTISEMENT

1.29 લાખની ઈ સિગારેટનો જથ્થો કબજે
આ દરમ્યાન સુરત એસઓજી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી. જેમાં વેસુ કેનાલ રોડ સ્વસ્તિક રેસીડેન્સીની બાજુમાં મની આર્કેડમાં આવેલા વિજય પાન નામની દુકાનમાં અગાઉ એસઓજી પોલીસ દ્વારા રેઇડ કરી દુકાનમાંથી પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. જે દુકાનદાર હાલમાં પણ પોતાની દુકાનમાં ઈ સિગારેટનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દુકાનમાં રેડ કરી દુકાનદાર વિજય ચોરસિયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની દુકાનમાંથી કુલ 1.29 લાખની ઈ સિગારેટનો જથ્થો કબજે કર્યો હતો. તેમજ આરોપી સામે વેસુ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT