VIDEO: ભાજપની સભામાં 'રૂપાલા હાય હાય'નાં સૂત્રો લાગ્યા, પોલીસ-ક્ષત્રિયાણીઓ વચ્ચે ઝપાઝપી

ADVERTISEMENT

Rupala controversy
ભાજપની સભામાં 'રૂપાલા હાય હાય'ના નારા લાગ્યા
social share
google news

Rupala controversy: આ લોકસભા ચૂંટણીમાં આ વર્ષે રાજકોટ બેઠક ખૂબ જ વિવાદિત રહી છે. ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ યાથવત છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ પર અડગ છે. ત્યારે રાજકોટ શહેર સહીત રાજ્યના અન્ય શહેરોમાં પણ તેમનો ખુલ્લેઆમ વિરોધ થઇ રહ્યો છે ત્યારે જામનગરમાં સતત બે દિવસથી ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિયાણીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

ભાજપની સભામાં 'રૂપાલા હાય હાય'ના નારા લાગ્યા

શહેરના વુલનમિલ વિસ્તારમાં ભાજપની સભાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ક્ષત્રિયાણીઓ પહોંચી ગઈ હતી અને રૂપાલાની ટિકિટ રદ કરોની માંગ સાથે 'રૂપાલા હાય હાય'ના નારા લગાવતા દોડધામ મચી ગઈ હતી. આ સમયે હાજર રહેલા મહિલા પોલીસ દ્વારા ક્ષત્રિયાણીઓને દૂર કરવાના પ્રયત્ન કરતાં પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આખરે કેટલીક મહિલાઓની અટકાયત કરી આ મામલાને શાંત પાડવામાં આવ્યો હતો.  

પરષોત્તમ રૂપાલાનો રાજકોટમાં ચૂંટણી પ્રચાર 

તો બીજી તરફ રાજકોટમાં પાટીદારોના ગઢ ગણાતા કુવાડવા રોડ પર પરષોત્તમ રૂપાલાએ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. આ દરમિયાન રામ મોકરિયા, મોહન કુંડારિયા તથા શહેર પ્રમુખ મુકેશ દોષી, મેયર નયનાબેન પેઢડિયા અને ભરત બોઘરા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. પરષોત્તમ રૂપાલાએ 5 કિલોમીટર સુધીની પદયાત્રા કરી હતી અને ઢોલ-નગારાના તાલે જય શ્રીરામના નારા લગાવવામાં આવ્યા હતા. 

ADVERTISEMENT

આ પણ વાંચો :-Rajkot: પરષોત્તમ રૂપાલાના પોસ્ટર પર શાહી ફેંકાઈ, પોલીસે અજાણ્યા શખ્સની તપાસ શરૂ કરી

    follow whatsapp

    ADVERTISEMENT