કચ્છનો રણોત્સવ સંપન્ન, જાણો આ વર્ષે રણોત્સવથી તંત્રને કેટલો થયો ફાયદો

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંઠેચા, કચ્છ: ભૂકંપ બાદ કચ્છ ફરી બેઠું થયું છે. હવે કચ્છનો વિકાસ અવિરત શરૂ જ રહ્યો છે. આ દરમિયાન કચ્છી અજાયબી ગણાતા ધોરડોના સફેદ રણમાં દર વર્ષે ઉજવાતા રણોત્સવ એ દેશ-વિદેશમાં ભારે ખ્યાતિ મેળવી છે. શીત લહેર વચ્ચે યોજાતા રણ ઉત્સવમાં વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવા ગુજરાત પ્રવાસન નિગમ અને રાજ્ય સરકારે રણની સજાવટ માટે અનેક સુવિધાઓ ઉભી કરી હતી. દેશ વિદેશના પ્રવાસીઓની સુરક્ષા અને મહેમાનગતીને ધ્યાનમાં રાખીને પૂરતી સુવિધાઓ સાથે 26મી ઓકટોબરથી રણોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે રણોત્સવથી તંત્રને 2.10 કરોડની આવક થઈ છે. ત્યારે કુલ 1,94,663 પ્રવાસીઓએ આ વર્ષે મુલાકાત લીધી હતી જે પૈકી 860 વિદેશી પ્રવાસીઓ મુલાકાત લીધી હતી.

નિયંત્રણ વગર રણોત્સવનું આયોજન 
કચ્છનું સફેદ રણ દેશ-વિદેશમાં પ્રખ્યાત થયું છે. દેશભરમાંથી તેમજ વિદેશથી પણ લોકો ખાસ કચ્છનું સફેદ રણ જોવા આવી રહ્યા છે. લોકો માનસિક શાંતિ મેળવવા અને પોતાના મિત્રો અને પરિવારજનો સાથે ઘરથી દૂર પોતાના મનગમતા સફેદ રણની મુલાકાતે આવ્યા હતા. અને રણોત્સવનો આનંદ માણ્યો હતો. કોરોના કાળ બાદ પ્રવાસીઓ ખુલ્લા મને આ વર્ષે રણોત્સવની મજા માણી હતી. ત્યારે આ વર્ષે રણોત્સવ માટે કોઈ પણ નિયંત્રણ વગર રણોત્સવનું આયોજન થયું હતું.
હજુ સુવિધામાં વધાર કરવા તૈયારી શરૂ
આ વર્ષે 26મી ઓકટોબરથી શરુ થયેલો રણોત્સવ 20 ફેબ્રુઆરી સુધી ચાલ્યો હતો. કચ્છની સંસ્કૃતિ, સભ્યતા,હસ્તકળા અને પ્રવાસનના વિવિધ પાસાઓ ઉજાગર થયા હતા. તો આ વર્ષે બોલીવુડ ફિલ્મના પ્રમોશન, આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ, નાતાલની ઉજવણી, 31મી ડિસેમ્બરની ઉજવણી, ઉપરાષ્ટ્રપતિ, RBI ગવર્નરની મુલાકાત તો સાથે જ G 20ની ઇન્ટરનેશનલ સમીટ પણ કચ્છના રણમાં યોજાઈ હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોજેકટને સરકાર દર વર્ષે પ્રવાસનને લઈને વેગ આપી રહી છે.  ત્યારે આવનારા વર્ષોમાં અહીં સુવિધાઓ વધારવા માટે પણ રાજ્ય પ્રવાસન વિભાગ એ તૈયારીઓ આદરી છે .
આ વર્ષે 860 વિદેશી પ્રવાસીઓ મુલાકાત લીધી
ગ્રામ્ય મામલતદાર વી.એચ.બારહટે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષે 1લી નવેમ્બરથી 20મી ફેબ્રુઆરી સુધીમાં કુલ 1,80,075 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.જેમાંથી 89 જેટલા વિદેશી પ્રવાસી હતા. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 14,588 વધુ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી એટલે કે કુલ 1,94,663 પ્રવાસીઓએ આ વર્ષે મુલાકાત લીધી હતી જે પૈકી 860 વિદેશી પ્રવાસીઓ મુલાકાત લીધી હતી. તો કુલ 34,976 વાહનોની અવરજવર થઈ હતી.
ચાલુ વર્ષે  રણોત્સવથી 2.01 કરોડની આવક
ગ્રામ્ય મામલતદાર દ્વારા કુલ 32,701 પરમીટ આપવામાં આવી હતી જેમાંથી 26,122 લોકલ પરમીટનો સમાવેશ થાય છે ઉપરાંત 6575 ઓનલાઇન પરમીટ હતી.તો આ વર્ષે તંત્રને કુલ 2,01,76,000 રૂપિયાની આવક થઈ છે.આ વર્ષે ગત વર્ષની સરખામણીએ તંત્રને 16,19,975ની આવક વધારે થઈ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT