Breaking News: ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગશે! આ પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાવાની તૈયારીમાં
રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ હવે કોંગ્રેસ છોડી શકે છે
ADVERTISEMENT
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી આવી રહી છે એવામાં સાથે પક્ષપલટાની પણ મોસમ ખીલી હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રો પરથી મળતી જાણકારી અનુસાર કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ હવે કોંગ્રેસ છોડી શકે છે.
અમરીશ ડેર કોંગ્રેસને અલવિદા કહેવાની તૈયારીમાં
જોકે, આ ચર્ચાએ ઘણા લાંબા સમયથી જોર પકડ્યું છે. પરંતુ હવે તેઓએ પાટીલે ભાજપની બસની સીટ પર રાખેલો રૂમાલ લઈને એ જગ્યા પર બેસી જવા માટે તૈયાર થઈ ગયા હોય એવી ચર્ચા ચાલી છે. આમ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. અમરીશ ડેર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. એટલું જ નહીં અમરીશ ડેરને ભાજપમાંથી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.
અગાઉ પણ અમરીશ ડેરને લઇ ચર્ચાઓ શરૂ થઇ હતી
અગાઉ જયારે રામમંદિર ન જવાની કોંગ્રેસે વાત કરી ત્યારે પણ તેમણે કોંગ્રેસના શિર્ષના નેતૃત્વને પડકાર આપ્યો હતો. રામમંદિર મુદ્દે અમરીશ ડેરે જે પ્રકારના હાઈકમાન્ડના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરતી પોસ્ટ કરી ત્યાર બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે અમરીશ ડેર હવે કોંગ્રેસને અલવિદા કહેવાની તૈયારીમાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT