Rajkot TRP Game Zone fire: રજાનો દિવસ, 99 રૂપિયાની સ્કીમ, Exit નો એક જ રસ્તો... TRP ગેમિંગ ઝોનમાં આગથી 28ના મોતની દર્દનાક કહાની!

ADVERTISEMENT

Rajkot Gaming Zone Fire News
રાજકોટ ગેમ ઝોન ફાયર
social share
google news

Rajkot Gamezone Fire Updates: રાજકોટ (Rajkot) માં TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગતા 28 જેટલા લોકોના દુઃખદ અવસાન થયા છે, જેમાં 9 બાળકો પણ સામેલ છે. શનિવારે આગના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. ગેમિંગ ઝોનમાં આગ લાગી ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર હતા, કારણ કે શનિવારે રજાનો દિવસ હતો, શનિવારે રજાના દિવસે લોકોને આકર્ષવા માટે ગેમિંગ ઝોનના મેનેજમેન્ટે 99 રૂપિયાની એન્ટ્રી ફી સ્કીમ રાખી હતી. રજાનો દિવસ હોવાથી અને માત્ર 99 રૂપિયા ફી હોવાથી ત્યાં લોકોની ભારે ભીડ હતી. 

28 લોકોના દુઃખદ અવસાન

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 1500થી 2000 લીટર ડીઝલ અને ગો કાર રેસિંગ માટે 1000થી 1500 લીટર પેટ્રોલ રાખવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 28 જેટલા લોકોના દુઃખદ અવસાન થયા હોવાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે. આ દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવી રાજકોટ પહોંચ્યા હતા. તેઓએ ટી.આર.પી ગેમ ઝોન દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ આ ઘટના અંગેની તમામ વિગતો મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી તપાસ અર્થે તાત્કાલિક "સીટ"નું ગઠન કરી વહેલામાં વહેલી તકે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ પગલાં લેવા માટે જણાવ્યું હોવાનું હર્ષ સંઘવીએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Rajkot Fire LIVE Updates: રાજકોટમાં અગ્નિકાંડમાં એક મોટો ખુલાસો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્વીકાર આ વાત

    
જવાબદાર સામે કરાશે કાર્યવાહીઃ ગૃહ રાજ્યમંત્રી

ઊંડા ખેદની લાગણી વ્યક્ત કરતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારની સંવેદના આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો  સાથે છે.  પોલીસ વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરી ઘટનાના થોડા સમયમાં જ ગેમ ઝોનના માલિક સહિત જવાબદાર લોકોને ઝડપી લેવામાં આવ્યાં છે, તેમજ સંલગ્ન અન્ય જવાબદાર લોકોને પણ વહેલી તકે પકડી લેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આગનું સ્વરૂપ અત્યંત વિકરાળ હતું અને થોડી મિનિટોમાં જ આગ ચોતરફ પ્રસરી ગઈ હતી. ઘટના બની તેની થોડી મિનિટોમાં જ ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ ઓલવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી હતી. તેમજ બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું હતું. દુર્ઘટના માટે જવાબદાર એવા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો વિશ્વાસ ગૃહ રાજ્યમંત્રીએ અપાવ્યો હતો.

ADVERTISEMENT

ફાયર વિભાગ તરફથી નહોતી મળી NOC

ગેમિંગ ઝોનમાં આગની ઘટના અંગે માહિતી આપતા કલેકટરે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, આગ લાગવાનું મુખ્ય કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ગેમિંગ ઝોનને ફાયર વિભાગ તરફથી NOC પણ મળી ન હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે વધુ માહિતી પણ ફાયર વિભાગમાંથી જ સામે આવશે.

આ પણ વાંચોઃ કાળમુખો સંયોગ: 24 મે તક્ષશિલા અને 25 મે રાજકોટમાં અગ્નિકાંડ, ઘટનાના હત્યારા કોણ?

 

ADVERTISEMENT

શનિવારે રાખવામાં આવી હતી સ્કિમ

 

ADVERTISEMENT

ટીઆરપી ગેમ ઝોનમાં 1500થી 2000 લીટર ડીઝલ જનરેટર અને ગો કાર રેસીંગ માટે 1000થી 1500 લીટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, સદનસીબે આગ પેટ્રોલ-ડીઝલના જથ્થા સુધી પહોંચી ન હતી, નહીં તો મોતનો આંકડા હજુ પણ વધારે હોત. જોત જોતામાં આગ આખા ગેમ ઝોનમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયો હતો.  ગેમ ઝોનમાંથી બહાર નીકળવા અને પ્રવેશવા માટે 6થી 7 ફૂટનો એક જ રસ્તો હતો. શનિવારે એન્ટ્રી માટે 99 રૂપિયાની ઓફર સ્કીમ હતી, જેના કારણે આગ લાગી ત્યારે  ગેમિંગ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.


Entry-Exit માટે એક જ રસ્તો

શનિવારે સાંજે આ દુર્ઘટના થઈ ત્યારે ત્યારે ગેમ ઝોનમાં રમી રહેલા બાળકોએ કહ્યું કે અચાનક ત્યાંનો સ્ટાફ આવ્યો અને અમને કહ્યું કે આગ લાગી છે, તમે બહાર નીકળો. આ પછી બધા ત્યાંથી દોડીને બહાર નીકળ્યા,  પરંતુ કેટલાક લોકો બહાર નીકળી શક્યા નહોતા. કારણ કે પહેલા માળેથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો.

આ પણ વાંચોઃ Rajkot Fire Updates: લોકોની જિંદગી સાથેની 'રમત' બાદ, રહી રહીને રાજ્યમાં આ આદેશ છૂટયા!

 

ગેમ ઝોનના માલિક અને મેનેજરની ધરપકડ

 


પોલીસે રાજકોટ ગેમ ઝોનના સંચાલક અને માલિક સહિત 3 લોકોની ધરપકડ કરી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં 5 અધિકારીઓની SIT તપાસ કરશે. SIT 72 કલાકમાં પ્રાથમિક રિપોર્ટ આપશે. જેમાં આગ શા માટે લાગી, ગેમિંગ ઝોનને મંજૂરી હતી કે નહીં, ફાયર એનઓસી છે કે નહીં, બાંધકામ માટેના નિયમોનું પાલન થયું કે નહીં?, અચાનક બચાવ માટે શું પગલા ભરાયા? આ ઘટના પાછળ સરકારી તંત્ર કે ગેમ ઝોનના માલિક જવાબદાર હતા? આ તમામ મુદ્દાઓ પર પ્રાથમિક તપાસ થશે, ત્યારબાદ SIT 10 દિવસમાં તેના પર વિગતવાર રિપોર્ટ આપશે. આ ઉપરાંત પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને ગેમિંગ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી અને મેનેજર નીતિન જૈન છે. આ બંને ઉપરાંત પોલીસે વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે.


DNA સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા

સવારે 4:30 વાગ્યે એર એમ્બ્યુલન્સ મારફતે 25 DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. હવે 48 કલાક બાદ રિપોર્ટ આવશે. બે મૃતદેહોના સ્વજનો હજુ આવ્યા નથી. AIIMS હોસ્પિટલમાં 16 મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. 11 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં સ્ટોરેજ કરવામાં આવ્યા છે.


 

    follow whatsapp

    ADVERTISEMENT