Rajkot Game Zone Fire: શું તમે આંધળા થઈ ગયા છો? રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે અધિકારીઓની ઝાટકણી કાઢી

ADVERTISEMENT

Rajkot Game Zone Fire
Rajkot Game Zone Fire
social share
google news

Rajkot Game Zone Fire Update: રાજકોટ TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મૃત્યુ થયા હતા. જે મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં 4.30 કલાક સુધી સુનાવણી ચાલી હતી. જેમાં તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે આ આદેશ આપ્યો હતો કે આ સમગ્ર ઘટના માટે અમે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર ઠેરવીએ છીએ. 

ઘટના પાછળ કોણ જવાબદાર?

ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ આ ઘટનામાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે અને હાઈકોર્ટે તો એવી પણ ટકોર કરી કે તેમને સસ્પેન્ડ કરવા જોઈએ પરંતુ અમે એક તક આપવા માંગીએ છીએ, વર્ષ 2021માં આ ગેમ ઝોન સ્થપાયો ત્યારથી રાજકોટના મ્યુનિસિપલ કમિશનર હતા તેવા તમામ અધિકારીઓને આ માટે જવાબદાર ઠેરવી કોર્ટે તમામ પાસેથી જવાબ માંગ્યા છે. 

Rajkot Game Zone Aaccident: લો બોલો! 28 ના મોત બાદ જાગી ગુજરાત સરકાર, CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક

રાજકોટ ઉપરાંત આ મહાનગરપાલિકા પાસેથી પણ માંગ્યો જવાબ

રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગના અધિકારીઓ પાસેથી પૂછવામાં આવેલ જવાબ માંગ્યા છે. હાઈકોર્ટના આદેશોનું કેટલું પાલન થયું અને આ જગ્યાઓ પર કેટલી વખત ચેકિંગ થયું તે અંગેનું સોગંદનામું દાખલ કરો. ગુજરાત સરકારે પણ કોર્ટ દ્વારા સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું. આ અંગે દરેક લોકો પાસેથી 3 જૂન સુધીમાં જવાબ માંગવામાં આવ્યો છે અને આગામી સુનાવણી 6 જૂને થશે.

ADVERTISEMENT

બાંધકામ નિયમો અંગે સત્તાવાળાઓ આંખ આડા કાન કરે છે

કોર્ટે એમ પણ કહ્યું કે, જે રીતે બિલ્ડિંગ બાંધકામ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તે સ્પષ્ટપણે સત્તાવાળાઓ આંખ આડા કાન કરે છે. આ અકસ્માત માટે પોલીસ વિભાગે પણ જવાબ આપવો પડશે અને આ મુદ્દે રાજકોટ પોલીસ કમિશનરને પણ પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવાયું હતું, આ નિયમો હેઠળ પોલીસે ગેમ ઝોનને મંજૂરી આપી હતી, જેના પર કોર્ટે સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે એમ પણ કહ્યું કે બાળકો અને યુવાનોના મોત બાદ તંત્રની આંખ ખુલી છે તે દુઃખદ છે.

    follow whatsapp

    ADVERTISEMENT