Rajkot Game Zone Aaccident: લો બોલો! 28 ના મોત બાદ જાગી ગુજરાત સરકાર, CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક
Rajkot Game Zone Fire: રાજકોટ TRP અગ્નિકાંડમાં 28 જેટલા લોકોના મોત થયા બાદ હવે સરકાર જાગી ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં 8 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો આ મામલે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મહત્વની બેઠક મળી છે.
ADVERTISEMENT
Rajkot Game Zone Fire: રાજકોટ TRP અગ્નિકાંડમાં 28 જેટલા લોકોના મોત થયા બાદ હવે સરકાર જાગી ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં 8 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો આ મામલે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મહત્વની બેઠક મળી છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, ડીજીપી સહિતના અનેક ટોચના અધિકારીઓ-મંત્રીઓ હાજર છે.
રાજ્ય સરકાર એક્શન મોડમાં
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગમાં 28 જેટલા લોકોના કમકમાટીભર્યા મોત બાદ અને હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને ચાલી રહેલી બેઠકમાં ભવિષ્યમાં રાજકોટ જેવી કોઈ દુર્ઘટના ન બને તે માટેની તમામ સાવચેતી રાખવા શું કરી શકાય તેની ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચોઃ Gujarat Rajkot Game Zone Aaccident: આ દ્રશ્યો રડાવી દેશે...ગુજરાન ચલાવવા 15 દિવસ પહેલા નોકરીએ લાગ્યા અને લોકોને બચાવવા જતાં મોત મળ્યું
ADVERTISEMENT
સરકાર લાવી શકે છે નવા નિયમો
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગેમઝોન મુદ્દે નવા નિયમો બનાવી શકાય છે. આ સંદર્ભમાં લાંબી ચર્ચા વિચારણા કરાયા બાદ નિર્ણય લેવાશે અને તેની સત્તાવાર જાહેરાત કરાશે. ગુજરાતના તમામ ગેમઝોનને સરકાર પોતાના તાબા હેઠળ લાવીને અનેક નિયમો અને અંકુશ લાદી શકે છે.
આ પણ વાંચોઃ Rajkot Fire: 'ઉચ્ચ અધિકારી-પદાધિકારીના FIRમાં નામ દાખલ કરો', કોંગ્રેસે મેયર-BJP નેતાઓ પર કર્યા ગંભીર આરોપ
ADVERTISEMENT
જવાબદાર અધિકારીઓને કર્યા સસ્પેન્ડ
અત્રે ઉલ્લેખનીય છે, રાજકોટ આગકાંડે હાહાકાર મચાવ્યા બાદ તાત્કાલિક જવાબદાર અધિકારીઓને ઘરભેગા કરી દીધા છે. સરકારે આર. એન. બી. વિભાગના ડેપ્યુટી એન્જિનિયર, ગૌતમ ડી. જોશી, RMCના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, જયદિપ ચૌધરી ટાઉનપ્લાનિંગ શાખાના આસિ. એન્જિનિયર, એમ. આર. સુમા, નાયબ કાર્યાલય ઈજનેર, વી. આર. પટેલ પીઆઈ, એન. આઈ. રાઠોડ પીઆઈ, પારસ એમ. કોઠિયા નાયબ કાર્યપાલક ઈજનેર અને રોહિત વિગોરા ફાયર સ્ટેશન ઓફિસરને સસ્પેન્ડ કરી દીધા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT