Gujarat monsoon: રાજ્યમાં આગામી સાત દિવસ મેઘરાજા કરશે બેટિંગ, જાણો હવામાન વિભાગની નવી આગાહી

Gujarat Tak

ADVERTISEMENT

Gujarat monsoon
Gujarat monsoon
social share
google news

Gujarat Rain Forecast: ગુજરાતમાં એક તરફ રાજયકીય ગરમી જોવા મળી રહી છે તો બીજી તરફ રાજ્યમાં તાપમાનની ગરમીનો તાપ હળવો થઈ રહ્યો છે. એવામાં હવામાન વિભાગની નવી આગાહી કરી છે સામે આવી છે. જેમાં રાજ્યમાં 7 દિવસની  વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.

Stock Market: ભાજપ બહુમતીથી 32 સીટો દૂર, દરેક સીટને કારણે 1 લાખ કરોડનું નુકસાન... જાણો બજારનું ગણિત

આ જિલ્લામાં વાસદની આગાહી

રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટીવિટીને લીધે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ-દાદરનાગર હવેલી અને દાહોદમાં વરસાદની આગાહી છે. જ્યારે આવતીકાલે દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી અને 7-8 જૂન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આંનદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ ધૂમ મચાવશે.  આ સિવાય 9 જૂન થી 11 જૂન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

NEET 2024 Topper Marksheet: NEET નો 'તાજ' ઈશાને હાથ, નેશનલ ટોપરે જણાવ્યું સફળતાનું સિક્રેટ

સુરતના વાતાવરણમાં પલટો 

દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાના બારડોલી પંથક પર છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને અસહ્ય ગરમીથી રાહત મળી છે.

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT