આખા ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર થયું, ડિઝાસ્ટર મેનેજમેન્ટે નાગરિકોને ફોનમાં મેસેજ કરીને ચેતવણી આપી
Gujarat Rain Alert: ગુજરાત પર પૂરનું સંકટ મંડરાઈ રહ્યું છે. રવિવારે રાતથી જ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોકે આ વચ્ચે હવામાન વિભાગે વરસાદનું નવું એલર્ટ જાહેર કર્યું છે.
ADVERTISEMENT
Gujarat Rain Alert: ગુજરાત પર પૂરનું સંકટ મંડરાઈ રહ્યું છે. રવિવારે રાતથી જ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોકે આ વચ્ચે હવામાન વિભાગે વરસાદનું નવું એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. રાજ્યના 33માંથી 28 જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના નાગરિકોને SMSથી એલર્ટ કરાયા
નેશનલ ડિઝાસ્ટર્સ મેનેજમેન્ટ દ્વારા લોકોને મોબાઈલમાં SMS મોકલીને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. નાગરિકોના ફોનમાં મેસેજ કરીને ચેતવણી અપાઈ છે કે, આગામી 24 કલાકમાં આપના જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. તમામ પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ
રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને કારણે શિક્ષણ વિભાગે તમામ પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરી છે. રાજ્યના 33માંથી 28 જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવી સ્થિતીમાં કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ગૃહમંત્રી અમિતભાઈ શાહે CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત
રાજ્યમાં ભારે વરસાદના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી. ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની વિગતો મેળવી. તેમણે રાજ્યમાં જરૂર જણાયે બચાવ રાહત અને આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્રીય દળોની વધુ મદદ મોકલવા સહિતની જરૂરી સહાયતા માટે ખાતરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને કરી ખાસ અપીલ
સમગ્ર ગુજરાતમાં હાલ અતિભારે વરસાદ પડી રહ્યો છે, જેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને ખાસ અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નદી-નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈપણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ના જાય. સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી ચેતવણી કે સૂચનાઓનું આપ સૌ પાલન કરશો. બચાવ-રાહતની કામગીરીમાં તંત્રને પૂરો સહયોગ કરો તેવી આગ્રહભરી અપીલ કરું છું. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આપણે સો સાવચેત રહીએ, સાવધાન રહીએ, પાણીના સ્ત્રોતોથી દૂર રહીએ.
ADVERTISEMENT
અંબાલાલ પટેલે પણ કરી ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે, 28મી ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 30મી ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે. મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 2 થી 6 ઈંચ વરસાદ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. ફરી 30 થી 31 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.
ADVERTISEMENT
અંબાલાલ પટેલે આગળ કહ્યું- સપ્ટેમબર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની આગાહી છે. 2 થી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. તો 12 થી 15 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની સંભાવના જોવાઈ રહી છે.
ADVERTISEMENT