Gujarat Rain LIVE Updates: છેલ્લા 24 કલાકમાં 117 તાલુકાઓમાં મેઘમહેર, ગુજરાતનાં આ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?
ADVERTISEMENT
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 04:53 PM • 12 Jul 2024અમરેલી જિલ્લામાં સતત બે દિવસથી મેઘરાજાની અવિરત પધરામણી
લીલીયા શહેરમાં શરૂ થયો વરસાદ...
લીલીયા શહેરમાંથી પસાર થતી નાવલી નદીમાં પાણી વહેતા થયા.....
લીલીયા પંથકમાં બે દિવસના વિરામ બાદ ફરી થયું વરસાદનું આગમન ..
- 03:06 PM • 12 Jul 2024બાબરા પંથકમાં ધીમીધારે મેઘમહેર
બાબરા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ.....
શહેરમાં ધીમીધારે તો ગ્રામ્યમાં ધોધમાર વરસાદ......
બાબરાના થોરખાણ, ચરખા, ચામરડી, ઉટવડ સહિતનાં ગામડાઓ સારો વરસાદ ......
ખેતી માટે કાચા સોના રૂપી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશહાલી...... - 02:43 PM • 12 Jul 2024બોટાદ શહેર સહિત જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો
ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ.
ગઢડા શહેરમાં બપોર બાદ ઝરમર વરસાદ થયો શરૂ.
ગઢડા તાલુકાના ભીમદાડ,ટાટમ, ધ્રુફણીયા, જનડા, ઢસા, પાટણા, જલાલપર, પીપરડી ધીમીધારે વરસાદ.
સામાગામ, સખપર, મેઘવડીયા, સાળગપરડા સહિતના ગામોમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમીધારે વરસાદ શરૂ થયો.
- 02:42 PM • 12 Jul 2024વડીયા પંથકમા ધીમીધારે શરૂ થયો વરસાદ
વડીયા શહેરમાં ધીમીધારે હેત વરસાવતા મેઘરાજા
વડીયાના અરજણસુખ, ખાન ખીજડીયા, હનુમાન ખીજડીયા, બરવાળા બાવળ, ખડખડ, અનીડા, દેવળકીમાં વરસાદ......
ગ્રામીણ ગામડાઓમાં વરસાદથી શેરીઓમાં વરસાદી પાણી વહ્યા.....
સમગ્ર વડીયા પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી........ - 12:28 PM • 12 Jul 2024નવસારી શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ
- નવસારીમાં 1.5 ઇંચ
- જલાલપોર 20 mm
- ગણદેવી 19 mm
- ચીખલી 19 mm
- વાંસદા 03 mm
- 11:01 AM • 12 Jul 2024રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં કેટલો વરસાદ
રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 26.32 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 36.29 ટકા વરસાદ વરસ્યો છે. ઉપરાંત કચ્છમાં સીઝનનો અત્યાર સુધીમાં 34.91 ટકા, દ.ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 28.66 ટકા, ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 18.13 ટકા, મધ્ય ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 16.96 ટકા વરસાદ વરસ્યો હતો.
- 10:10 AM • 12 Jul 2024રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે. ત્યારે નર્મદા, ભરૂચ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
- 09:33 AM • 12 Jul 202424 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં વરસ્યો વરસાદ
રાજ્યમાં 24 કલાક 117 માં વરસાદ વરસ્યો છે. કેટલીક જગ્યાએ ધોધમાર અને મોટા ભાગની જગ્યાએ હળવાથી મધ્યમ રેન્જમાં વરસાદ જોવા મળ્યો હતો. સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 3 ઈંચથી વધુ વરસાદ, ત્યારબાદ સુરતના કામરેજમાં પણ 3 ઈંચ જેટલો અને તેની સાથે જ બોરસદ અને વાપીમાં પણ વરસાદ વરસ્યો છે. રાજ્યના પાંચ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 18 તાલુકામાં ગાજવીજ સાથે વરસ્યો 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT