ગુજરાતના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદઃ દિવસ દરમિયાન ક્યાં કેવું વાતાવરણ- Videos

ADVERTISEMENT

ગુજરાતના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદઃ દિવસ દરમિયાન ક્યાં કેવું વાતાવરણ- Videos
ગુજરાતના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદઃ દિવસ દરમિયાન ક્યાં કેવું વાતાવરણ- Videos
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જે જાામ્યો છે, તેને જોઈને શહેરી વિસ્તારો તો ઠીક પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની હાલત કફોળી બની છે. ખાસ કરીને ખેત પેદાસો પર પોતાનો જીવન નિર્વાહ ચલાવતા પરિવારો માટે આ સમય અત્યંત મુશ્કેલી ભર્યો પણ રહ્યો છે. ગુજરાતમાં આજની વાત કરીએ તો, પોરબંદર, કચ્છ, અમરેલી સહિતના ઘણા વિસ્તારોમાં વરસાદ રહ્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં તો વરસાદ મન મુકીને વરસ્યો છે. આવા કેટલાક વિસ્તારોના વીડિયો સામે આવ્યા છે જે અહીં દર્શાવ્યા છે.

વરસાદથી ખેડૂતો પરેશાન
ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ મન મુકીને વરસ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ રહ્યો છે. વરસાદી છાંટા પણ ઘણા જિલ્લાઓના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં રહ્યા છે. જોકે પોરબંદરના બરડા પંથકમાં આજે સોમવારે સવારના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જેને પગલે બરડા પંથકના ખાંભોદર કુંવદર રામવાવ અને મોરાણા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. મોઢવાડા ગામમાં પણ જેટલો વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થતાં ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ તરફ કચ્છમાં પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાનો સીલસીલો યથાવત રહ્યો છે. ખેડૂતોના પાક જાણે સંપૂર્ણ બરબાદ થયા છે. અમુક ગામડાઓમાં તો કોઝવે પર પણ પાણી ફરી વળ્યા છે. વરસાદને કારણે ઘણા ખેતરો પાણી પાણી થઈ ગયા છે. વહેલી સવારે પણ કચ્છના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો.

ADVERTISEMENT

શ્રીકૃષ્ણ જન્મસ્થાન મુદ્દે મુસ્લિમ પક્ષને હાઇકોર્ટનો ઝટકો, આપી દીધો ચુકાદો

સોમવારની ઢળતી બપોરના સમયે અમરેલીમાં સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સાવરકુંડલા શહેર સાથે બાઢડા, રામગઢ, ધજડી, સાકરપરા, જાબાળ, કૃષ્ણ ગઢ સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. સતત પડતા કમોસમી વરસાદથી ખેતીપાકોને વ્યાપક નુકશાની થઈ છે. સાવરકુંડલા શહેરમાં નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. સતત છઠ્ઠા દિવસે અમરેલી જિલ્લાને કમોસમી વરસાદે ધમરોળ્યો હતો. લીલીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. સાથે જ પુંજાપાદર, ગોઢાવદર, પીપળવા, સહિતના ગામોમાં ખેતીને ભારે નુકસાન થયું હતું. ઉપરાંત ધારી ગીર ગ્રામ્ય વિસ્તારમાં પણ છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ નોંધાયો છે. ધારીના ગોપાલ ગ્રામ, ચાલાલા, મીઠાપુર, ખીચા, સરસીયા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે.

ભાવનગરમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સિહોર પંથકના અને વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન અને વરસાદથી સિહોર તાલુકાના વરલ, રામગઢ, થોરાડી તથા આસપાસના ગામમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને વરસાદમાં તલ, બાજરી, કળી, જુવાર અને આંબાના પાકને નુકસાન થવા પામ્યું છે. ઉપરાંત ઘોઘા પથકમાં પણ આવો જ માહોલ જોવા મળ્યો છે. ત્યાં કુકડ, કંટાળા ગોરિયાળી, પીથળપુર, ઓદરકા, વાવડી, તણસા સહિતના આસપાસના ગામોમાં વરસાદ પડ્યો છે. સાથે જ સમી સાંજે કુકડ આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદને પગલે પોહરીઆઈ ડેમમાં પણ પાણીની આવક વધી છે. ઓદરકા ડેમમાં પણ પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર/ કૌશિક કાંટેચા, કચ્છ/ હિરેન રાવિયા, અમેરલી/ જીતેશ ચૌહાણ, પોરબંદર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT