'રાહુલ ગાંધી સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગે' , રાજા-મહારાજાઓ પર ટિપ્પણી બાદ પદ્મિનીબા આવ્યા મેદાનમાં

ADVERTISEMENT

 Rahul Gandhi
રાહુલ ગાંધીએ કરી રાજા-મહારાજાઓ પર ટિપ્પણી
social share
google news

Rahul Gandhi On Rajput Community: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala)ના નિવેદન બાદ ક્ષત્રિયોનો આક્રોશ શાંત થયો નથી, ત્યાં હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે પદ્મિનીબાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે રાહુલ ગાંધીને તેમના શબ્દો પાછા ખેંચવા અને સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગવા કહેવામાં આવ્યું હતું. તેમજ પદ્મિનીબાએ ક્ષત્રિય સમાજના જ કેટલાક આગેવાનોને જયચંદ ગણાવ્યા છે. તેમણે કેટલાક આગેવાનોને જયચંદ ગણાવતા કહ્યું કે તેના કારણે જ  ક્ષત્રિય સમાજ 20 વર્ષ પાછો ગયો છે.

'રૂપાલાએ નારીઓનું અપમાન કર્યું છે, વિરોધ ચાલુ રહેશે', Rahul ના નિવેદન પર પી.ટી જાડેજાની પ્રતિક્રિયા


રાહુલ ગાંધીએ કરી રાજા-મહારાજાઓ પર ટિપ્પણી

હર્ષ સંઘવીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર કર્ણાટકના બેલ્લારીમાં રાહુલ ગાંધીના ભાષણની 20 સેકન્ડની વીડિયો ક્લિપ શેર કરી છે. જેમાં તેઓ કહેતા સાંભળવા મળે છે કે, ''રાજા-મહારાજાઓનું રાજ હતું, તેઓ જે ઈચ્છતા તે કરતા હતા, કોઈને જમીનની જરૂર હોય તો તે છીનવી લેતા હતા.'' આ વાત  સામે આવતા જ ઘણા ક્ષત્રિય સમાજ લોકો અને ભાજપના નેતાઓ દ્વારા કોંગ્રેસ પર પ્રહારો કરવામાં આવ્યા હતા.  

સંકલન સમિતિ પર પદ્મિનીબાના આરોપ

રાજકોટમાં પદ્મિનીબા વાળાએ પતિ દ્વારા માર માર્યાની વાતને નકારીને તેમાં કોઈ તથ્ય ન હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે,  "જ્યારથી મેં સંકલન સમિતિ સામે બોલવાનું શરૂ કર્યું છે ત્યારથી મને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. સંકલન સમિતિના સભ્યોને બેસ્ટ ઓફ લક. રાજકોટમાં જે મહાસંમેલન થયું તેમાં પણ મારું અપમાન કરવામાં આવ્યું હતું. સંકલન સમિતિ ઇચ્છે છે કે હું ઘરે બેસું. સંકલન સમિતિએ જે કરવું હોય એ કરી લે,હું તો બહાર નીકળીશ.

ADVERTISEMENT

પોરબંદરમાં ATS અને NCBને મળી મોટી સફળતા, 14 પાકિસ્તાનીઓ સાથે ઝડપ્યું 90 કિલો ડ્રગ્સ

    follow whatsapp

    ADVERTISEMENT